- છેલ્લા 24 કલાકમાં 33 પોઝીટીવ કેસ
- 71 દર્દીઓએ કોરોનાને માત
- છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત
ગાંધીનગર : રાજ્યમાં જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 40થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 33 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌથી વધુ 71 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : કોરોનાના કુલ 37 નવા કેસ નોંધાયા, એક દર્દીનું મોત
રાજ્યમાં એક્ટિવ કેસ 500થી પણ ઓછા
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 500 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 488 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,924 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.72 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: કોરોનાના કુલ 39 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં
જુલાઈ મહિનાની 18 તારીખથી દર રવિવારે વેક્સિનેશન બંધ રહેશે
જુલાઈ મહિનાના બીજા રવિવારથી એટલે કે, આ રવિવારથી વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જોકે, રવિવારે અંદાજિત અઢી લાખ જેટલા લોકો વેક્સિન લેતા હોય છે. એક બાજુ લોકો વેક્સિન લેવા માટે અવેર થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ વેક્સિનનો જથ્થો ન હોવાથી વેક્સિન પાંચ દિવસ જ વીકમાં આપવામાં આવશે. ત્યારે આ વાતથી ઘણા લોકો જાગૃત ન હોવાથી વેક્સિનેશન સેન્ટરો પર ધક્કો પણ ખાવો પડ્યો હતો. બુધવારે મમતા દિવસના લીધે પણ વેક્સિન સેન્ટરો રાજ્યભરમાં બંધ રહેશે.