ETV Bharat / city

Gujarat Corona Update: રાજયના તમામ જિલ્લામાં 10થી ઓછા કેસ, મૃત્યુઆંક શૂન્ય

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં 13 જૂલાઈના રોજ રાજ્યના તમામ જિલ્લાઓ અને આઠ કોર્પોરેશન વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, 31 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jul 13, 2021, 9:15 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 31 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 113 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. 13 જૂલાઈએ રાજ્યમાં 50થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 31 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌથી વધુ 113 દર્દીઓએ કોરોનાને મોત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નથી થયું. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજયમાં કુલ 32 પોઝિટિવ કેસ, આણંદમાં એકનું મોત

રાજ્યમાં 13 જૂલાઈએ 2,53,308 વ્યક્તિનું વેક્સિનેશન

રાજ્યમાં 7, 8 અને 9 જૂલાઈના રોજ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું અને 10 જૂલાઈથી વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. 13 જૂલાઈના રોજ રાજ્યમાં 2,53,308 નાગરિકોની રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કુલ 2,83,68,489 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુની વયના 1,23,381 લોકોને પ્રથમ ડોઝ અને 8,222 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Gujarat Corona Update
13 July Corona Update

આ પણ વાંચો: Corona Update: ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 42 કેસ, એક પણ મૃત્યુ નહીં

રાજ્યમાં એક્ટિવ કેસ 750થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 719 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 713 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,074 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,512 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.69 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.