- છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
- રિકવરી રેટ 99ની નજીક પહોંચ્યો
- 50ની અંદર કોરોના પોઝિટિવ દર્દીનો આંક
ગાંધીનગર(Corona Update): કોરોનાની બીજી લહેર(Second Wave of Corona) બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસ(Corona Positive)માં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે. જેમાં 11 જૂલાઈ સૌથી ઓછા કેસ કોરોના દર્દીઓના નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે થયું નથી. આગામી દિવસોમાં આ જ રીતે કોરોના પર કંટ્રોલ રહ્યો તો ગુજરાતમાં કોરોનાના કેસો ઘણા ઓછા થઈ શકે છે. જો કે, ત્રીજી લહેરની (Third Wave Of Corona) તૈયારીઓ પણ સરકાર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેથી સંભવિત ત્રીજી લહેર આવે છે તો પણ શક્ય છે કે, બીજી લહેર જેવો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો: રાજ્યમાં આજે પણ કોરોનાથી એકય મોત નહિ, કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા
22 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં, 12 જિલ્લામાં એક એક કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે, મોટા શહેરો અને મહાનગર પાલિકાઓમાં સતત કેસ ઘટી રહ્યા છે. સૌથી વધુ કેસો જોવા મળેલા અમદાવાદમાં પણ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 108 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, અમરેલી, બનાસકાંઠા, કોર્પોરેશન, ગાંધીનગર , જૂનાગઢ સહિત 22 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં 931 એક્ટિવ કેસ, 9 લોકો વેન્ટિલેટર પર
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 931 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 9 વેન્ટિલેટર પર અને 922 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,073 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,238 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.66 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 56 કેસ
રાજ્યમાં 2,32,949 લોકોએ વેક્સિન લીધી
ત્રણ દિવસથી વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહ્યા બાદ શનિવારથી વેક્સિન પ્રક્રિયા શરૂ થઈ છે, જેના બીજા દિવસે 2,32,949 લોકોએ વેક્સિન લીધી છે. જો કે, અત્યાર સુધી 2,78,60,422 લોકોને વેક્સિન અપાવમાં આવી છે. જેમાં 18થી 44 વર્ષના 83,70,371 લોકોને વેક્સિન આપવામાં આવી છે. એક બાજુ લોકો અવેર થઈ રહ્યા છે ત્યારે સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો જ નથી. જો કે, આગળના 3 દિવસ વેક્સિનેશન પ્રક્રિયા બંધ રહી હતી, જેને જોતા આજે મોટી લાઈન જોવા મળી હતી.