- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- રાજ્યમાં બીજા દિવસે પણ એક પણ મોત નહિ
- છેલ્લા 24 કલાકમાં 62 પોઝીટીવ કેસ નોંઘાયા
- 534 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 00 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 15 સુરત 09 બરોડા 06 અને રાજકોટમાં 06 કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. 363 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યના 18 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, એક પણ દર્દીનું મુત્યુ નહીં
રાજયમાં ગુરુવાર અને શુક્રવારે રસીકરણ બંધ, આજે 2,17,786 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, પણ 7 જુલાઈના દિવસે મમતા દિન નિમિત્તે રાજ્યમાં વેકસીનેશન બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે હજુ પણ 2 દિવસ એટલે કે, 8 અને 9 જુલાઈના રોજ વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં 6 જુલાઈ સુધી કુલ 2,73,25,191 વ્યક્તિને રસી આપવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 1,497 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 09 વેન્ટિલેટર પર અને 1488 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,072 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.60 ટકા સુધી પહોંચ્યો છે.