- છેલ્લા 24 કલાકમાં 96 પોઝિટિવ કેસ નોંધાયા
- 315 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update )માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ ( Corona Case Gujarat ) માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે સોમવારે રાજ્યમાં 100થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 96 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે રવિવારે વધુ 315 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદ 21, સુરત 11, વડોદરામાં 10 જેટલા જ કેસો નોંધાયા છે.
આ પણ વાંચો: રવિવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 112 પોઝિટિવ કેસ, ત્રણના મોત
રાજ્યમાં ટાર્ગેટના અડધા કરતા પણ ઓછું થઈ રહ્યું છે વેક્સિનેશન
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સોમવારે 2,49,125 વ્યક્તિનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,51,28,152 વ્યક્તિને રસી(vaccine) આપવામાં આવી છે. 21મી જૂનથી તમામ લોકોને રજિસ્ટ્રેશન વિના રસી આપવાનું શરૂ કરાયું છે. વેક્સિનના વધુ ડોઝ મળતા આ નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે ડોઝના હોવાથી લોકોને વેક્સિન સેન્ટર પર ધક્કો ખાવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: શનિવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના થયા મોત
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3,465 એક્ટિવ કેસ છે. જેમાં 14 વેન્ટિલેટર પર અને 3,451 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ કુલ 10,054 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.36 ટકા સુધી પહોંચ્યો છે.