ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 996 પોઝિટિવ કેસ, 15 દર્દીના મોત - ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં કોરોના (Corona)ના કેસ સતત ઘટી રહ્યા છે. આજે શનિવારે કોરોના પોઝિટિવ 996 નવા કેસ નોંધાયા હતા. તેની સામે 3,004 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અને શનિવારે કુલ 15 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે રસીકરણ વધુ ઝડપી બનાવ્યું છે. શનિવારે 5 કલાક સુધીમાં 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ(vaccination) કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 996 પોઝિટિવ કેસ, 15 દર્દીના મોત

author img

By

Published : Jun 5, 2021, 9:18 PM IST

  • કોરોનાના નવા 996 કેસ આવ્યા
  • કુલ 15 લોકોના મોત થયા
  • 3,004 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

ગાંધીનગર: કોરોના (Corona) ના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ સેન્ટર્સ (covid center) ખાલી થઈ રહ્યાં છે. કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. જેથી ગુજરાતનો રિકવરી રેટ પણ ખાસ્સો ઉપર આવ્યો છે. ગુજરાતમાં શનિવારે કોરોના (Corona)ના નવા 996 કેસ નોંધાયા છે. તેની સામે રાજ્યભરમાં 3,004 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 7,85,378 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ વધુ વધીને 96.32 ટકા થયો છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના ગૃહ ઉદ્યોગની રોજગારી મહામંદીમાં

ગુજરાતમાં Vaccinationની પ્રક્રિયા બની તેજ

ગુજરાતમાં શુક્રવારથી રસીકરણ (Vaccination)નું અભિયાન શરૂ કરાયું છે. 5 જૂનને શનિવારે સાંજના 5 કલાક સુધીમાં 2,63,507 વ્યક્તિઓને corona vaccine અપાઈ છે. ગુજરાતમાં કુલ 1,81,78,319 વ્યક્તિઓનું vaccination થઈ ચુક્યું છે. ગુજરાતે vaccinationની પ્રક્રિયા વધુ તેજ બનાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરનાર પંચાયતની ઓફિસમાં એન્ટ્રી કરનારને એન્ટ્રી દીઠ રૂપિયા 5 સરકાર ચુકવશે. જેથી ગુરુવારે corona vaccineનું કામ વધુ ઝડપી બનશે.

ગુજરાતમાં કુલ 9,921ના મોત

ગુજરાતમાં હાલ coronaના કુલ 22,110 active કેસ છે, જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર છે અને 21,698 લોકો સ્ટેબલ છે. કુલ 7,82,374 દર્દીઓ સાજા થયા છે અને કુલ 9,906ના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો: પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે

અમદાવાદમાં નવા 141 corona positive આવ્યા

અમદાવાદમાં coronaના નવા 141 કેસ આવ્યા છે. વડોદરામાં 132 કેસ, સુરતમાં 81 કેસ, રાજકોટમાં 49 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.