ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં નોંધાયા 971 નવા કેસ, 5ના મોત, 993 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 971 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,81,670 થયા છે. કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 993 દર્દીને રજા આપવામાં આવી હતી.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Nov 9, 2020, 8:39 PM IST

  • રાજ્યમાં કુલ 3,768 લોકોના મોત
  • રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં નોંધાયા
  • રાજ્યમાં કુલ 64 દર્દી વેન્ટિલેટર પર

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 971 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 1,81,670 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીનાં મોત થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 993 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી.

કોરોના વાઇરસ
ક્યા કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ક્યા કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 156, અમદાવાદ કોર્પોરેશન 169, વડોદરા કોર્પોરેશન 90, રાજકોટ કોર્પોરેશન 59, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 40, વડોદરા 39, પાટણ 38, સુરત 33, રાજકોટ 31, ગાંધીનગર કોર્પોરેશન 23, બનાસકાંઠા 21, સુરેન્દ્રનગર 21, કચ્છ 20, ગાંધીનગર 16, અમરેલી 15, દાહોદ 15, અમદાવાદ 14, મોરબી 14, ખેડા 12, અરવલ્લી 11, મહીસાગર 11, પંચમહાલ 9, પોરબંદર 9, સાબરકાંઠા 9, જામનગર 8, જામનગર કોર્પોરેશન 8, જૂનાગઢ 8, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, ગીર સોમનાથ 7, ભરૂચ 6, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, તાપી 5, આણંદ 4, વલસાડ 4, છોટાઉદેપુર 3, નવસારી 2 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કુલ 3,768 લોકોના મોત

રાજ્યમાં 64 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 3,768 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 44,106 કેસ નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 156 કેસ નોંધાયા

રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 156 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 33 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 189 સામે આવ્યા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.