ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1325 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 100375 થઇ છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 1126 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસઃ 100,375
- કુલ ડિસ્ચાર્જઃ 81180
- કુલ સક્રિય કેસઃ 16131
- વેન્ટિલેટરઃ 89
- કુલ મોતઃ 3064
રાજ્યમાં ગત 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 179, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 150, વડોદરા કોર્પોરેશન 86, સુરત 93, રાજકોટ કોર્પોરેશન 95, જામનગર કોર્પોરેશન 97, રાજકોટ 40, વડોદરા 37, પંચમહાલ 32, ભાવનગર 31, બનાસકાંઠા 30, અમરેલી 29, ભાવનગર કોર્પોરેશન 27, ભરૂચ 26, પાટણ 26, મોરબી 24, મહેસાણા 23, સુરેન્દ્રનગર 22, ગાંધીનગર કોર્પોરેશન 20, ગાંધીનગર 19, દાહોદ 18, જામનગર 18, અમદાવાદ 16, તાપી 16, આણંદ 15, જૂનાગઢ કોર્પોરેશન 15, ગીર સોમનાથ 14, કચ્છ 14, અરવલ્લી 12, દેવભૂમિ દ્વારકા 12, જૂનાગઢ 12, ખેડા 10, વલસાડ 10, મહીસાગર 9, નર્મદા 9, નવસારી 9, સાબરકાંઠા 9, છોટાઉદેપુર 7, ડાંગ 7, બોટાદ 6 અને પોરબંદરમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
આ ઉપરાંત અત્યારે 79 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. આજે થયેલા 16 મોતના કારણે કુલ મરનારા લોકોની સંખ્યા 3064 થઇ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા પોઝિટિવ કેસ
- સુરત કોર્પોરેશન: 179
- અમદાવાદ કોર્પોરેશન: 150
- વડોદરા કોર્પોરેશન: 86
- રાજકોટ કોર્પોરેશન: 95
- જામનગર કોર્પોરેશન: 97
- ભાવનગર કોર્પોરેશન: 27
- ગાંધીનગર કોર્પોરેશન: 20
- જૂનાગઢ કોર્પોરેશન: 15
- સુરત: 93
- રાજકોટ: 40
- વડોદરા: 37
- પંચમહાલ: 32
- ભાવનગર: 31
- બનાસકાંઠા: 30
- અમરેલી: 29
- ભરૂચ: 26
- પાટણ: 26
- મોરબી: 24
- મહેસાણા: 23
- સુરેન્દ્રનગર: 22
- ગાંધીનગર: 19
- દાહોદ: 18
- જામનગર: 18
- અમદાવાદ: 16
- તાપી: 16
- આણંદ: 15
- ગીર સોમનાથ: 14
- કચ્છ: 14
- અરવલ્લી: 12
- દેવભૂમિ દ્વારકા: 12
- જૂનાગઢ: 12
- ખેડા: 10
- વલસાડ: 10
- મહીસાગર: 9
- નર્મદા: 9
- નવસારી: 9
- સાબરકાંઠા: 9
- છોટાઉદેપુર: 7
- ડાંગ: 7
- બોટાદ: 6
- પોરબંદર:1