- ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું
- આજે 14,770 દર્દીઓએ કોરોનાને આપી માત
- આજે 1,1084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગર : છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દૈનિક 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ વધીને 78.27 ટકા થયો છે. આ સાથે રાજ્યમાં 1 લાખ 38,590ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1,02,87,224 લોકોને પ્રથમ ડોઝ અને 31,15,821 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1,35,41,635નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.
આ પણ વાંચો - કોરોનામાં કેન્સરના દર્દીઓમાં 60 ટકાનો ઘટાડો, સારવાર ન થવાને કારણે રોગમાં વધારો થશે
રાજ્યમાં 18થી 44 વર્ષના 13,537ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરાયું
રવિવારના રોજ રાજ્યમાં 18થી 44 વર્ષના 13,537ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને કોરોના રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ત્યારે નવસારી અને ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.
1,39,614 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 6,81,012ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8,394 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5,33,004 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 1,39,614 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 38 હજાર 828 દર્દીની હાલત સ્થિર છે.
જિલ્લામાં 1225 કોરોનાના એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસો ઘટવાને બદલે દિવસે દિવસે વધી રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં 146 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં 1225 કોરોનાના એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મોત નોંધાયું હતુ.
આ પણ વાંચો - નવસારીના નમો કોવિડ કેરમાંથી 7 કોરોના દર્દીઓને રજા અપાઇ
જિલ્લામાં કોરોનાના 208 કેસો આવ્યા છે
કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે. રવિવારે ફરી કેસોની સંખ્યામાં નોંઘપાત્ર વઘારો નોંઘાયો છે. જિલ્લામાં કોરોનાના 208 કેસો આવ્યા છે. જિલ્લામાં 3,439 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.