ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં ફરી 500થી વધુ કેસો નોંધાયા, 2 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ - ઓમિક્રોનના નવા 13 કેસો

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 500થી વધુ કેસો (Gujarat Corona Update) આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 8 ગણા કેસો વધ્યા છે. 20 ડિસેમ્બરે 70 કેસો હતા જ્યારે આજે રાજ્યમાં કોરોનાના 573 કેસો નોંધાયા છે. 2 લોકોનું મૃત્યુ થયું છે.

Gujarat Corona Update: રાજ્યમાં ફરી 500થી વધુ કેસો નોંધાયા, 2 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ

author img

By

Published : Dec 30, 2021, 10:10 PM IST

ગાંધીનગર: ડિસેમ્બર મહિનાથી કોરોનાના કેસો (Gujarat Corona Update) વધવાની શરૂઆત થઈ છે. જો કે, જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત પણ યોજાઇ રહી છે. જેમાં વિદેશથી મહેમાનો પણ આવશે. બીજી બાજુ વિદેશથી આવેલા લોકો થકી ઓમિક્રોન સંક્રમણ વધ્યું છે. ઓમિક્રોન (Omicron in Gujarat) કેસોના રિપોર્ટ પણ મોડા આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં જ ટેસ્ટ થઈ રહ્યા છે, ત્યારે રિપોર્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે. જેથી આજે ઓમિક્રોનના નવા રિપોર્ટ આવ્યા નથી. ગઈકાલે ઓમિક્રોનના નવા 13 કેસો રાજ્યમાં નોંધાયા હતા. ટોટલ 97 કેસો થયા છે. જેમાં 44 દર્દીઓ સાજા થઈ ગયા છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

આજે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશન પ્રમાણે જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 269, સુરત કોર્પોરેશનમાં 74, વડોદરા કોર્પોરેશનમાં 41 કેસો, રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસો, ભાવનગર કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા છે. બાકીના 20થી વધુ જિલ્લાઓમાં પણ કેસો નોંધાયા હતા.

2.32 લાખથી વધુ લોકોનુ વેક્સિનેશન

કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિનમાં 100 ટકાનો ડોઝ પૂર્ણ થવાના આરે છે. બીજી બાજુ કિશોરોને પહેલીવાર અને વડીલોને ફરી ત્રીજીવાર એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે ત્યારે હજુ પણ પ્રથમ અને બીજો ડોઝ લેનાર જૂજ લોકો બાકી છે. આજે 2.32 લાખથી વધુ લોકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8.92 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે હજુ પણ 90 લાખ જેટલા લોકો વેક્સિન લેવામાં બાકી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 2371 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે, જેમાં 11 દર્દીઓ વેન્ટિલેટર પર અને 2360 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,118 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કોરોના કેસો

તારીખ કેસ
20 ડિસેમ્બર, 70
21 ડિસેમ્બર, 87
22 ડિસેમ્બર, 91
23 ડિસેમ્બર, 111
24 ડિસેમ્બર, 98
25 ડિસેમ્બર, 179
26 ડિસેમ્બર, 177
27 ડિસેમ્બર, 204
28 ડિસેમ્બર, 394
29 ડિસેમ્બર, 548
30 ડિસેમ્બર, 573

આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

આ પણ વાંચો: 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.