- છેલ્લા 24 કલાકમાં 13 પોઝીટીવ કેસ નોંઘાયા
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહિ
- 33 દર્દીઓ કોરોનાને માત આપી
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓક્ટોબર માસની 21 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન જેવા કે અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જેવા કે, વલસાડ, નવસારી, અને જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 3,53,069 નાગરીકોને વેકસીન અપાઈ
21 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,53,069 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષ થી વધુ વયના 53,219 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,97,843 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,80,00,970 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 156
રાજ્યમાં કુલ 156 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 152 દર્દીઓ સ્ટેબલ પર છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,110 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં માત્ર 18 કોરોના કેસ, 32 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ
આ પણ વાંચો : Gujarat Corona Update: 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 176