ETV Bharat / city

ખેડૂત બિલોને લઈને ગુજરાત કોંગ્રેસનો વિરોધ : કોરોનાની ગાઈડલાઇન્સ ભૂલ્યા નેતાઓ - પત્રકાર પરિષદ

કેન્દ્ર સરકાર કૃષિ બિલને લોકસભામાં પસાર કરતાં દેશમાં વિરોધ થઈ રહ્યો છે.જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે દેખાવો કરવામાં આવી રહ્યાં છે.

farmer
ગાંધીનગર
author img

By

Published : Sep 28, 2020, 1:00 PM IST

  • કેન્દ્રીય ખેડૂત બિલો ને લઈને ગુજરાત કોંગ્રેસનો વિરોધ
  • ભાજપ સરકારની અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સરખામણી
  • કૃષિકાયદાના વિરોધમાં કૉંગ્રેસનાં નેતાઓની અટકાયત

ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાંથી કેન્દ્રીય કૃષિ બિલ પસાર કર્યા છે. જેને ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્વારા બિલને પણ મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. આ બિલોને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કારવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ખેડૂત બિલો ને લઈને ગુજરાત કોંગ્રેસનો વિરોધ

કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આજે કોંગ્રેસની વિરોધી રેલીમાં કોંગ્રેસના નેતાઓ સોશ્યિલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા એપીએમસી સહિત ખેડૂતોના બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા છે.આ દરમિયાન કોંગ્રેસ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. હવે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના ચ રોડ પર આવેલ સ્વર્ણિમ સંકુલ પાર્કના આંબેડકરની પ્રતિમાંથી રેલી કાઢીને રાજ ભવન સુધીનું આયોજન કર્યું હતું પરંતુ રેલી હજી થોડેક આગળ પહોંચી તે દરમિયાન પોલીસે કોંગ્રેસ પક્ષના આગેવાનો નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાની અટકાયત કરી હતી.

રેલી પહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે. તેમાં સીમાંત અને નાના ખેડૂતો ને આર્થિક નુકસાન થશે. પહેલાં જે ખેડૂતો ખેતરના માલિક હતા તે હવે મજૂર તરીકે કામ કરશે. જ્યારે ભાજપ સરકારને અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પણ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરખામણી કરી હતી.

કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં અનેક ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.આ વિરોધ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરની મહિલાઓ સહિત NSUIના કાર્યકરો નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.