ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી દરિયાકિનારે અને પોર્ટ પર ડ્રગ્સ પકડાઈ રહ્યાં છે. જેમાં આજે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, (Gujarat Congress Big Blame) ઉપનેતા શૈલેષ પરમાર તથા સી.જે. ચાવડાએ સરકાર અને ભાજપ પક્ષને આડે હાથે લીધા હતાં. જ્યારે ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યા હતાં કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ બાબતે હપ્તા મળે (Gujarat Congress accuses BJP government) છે એ હપ્તા ફક્ત પોલીસને જ નહીં પણ સીએમ અને કમલમ સુધી જાય છે અને હસે ગુજરાત ઉડતા ગુજરાત બન્યું છે.
ગુજરાત ડ્રગ્સના રવાડે
વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ (Gujarat Congress Big Blame) પત્રકાર પરિષદ સંબોધી સરકાર પર પ્રહાર કરતા આક્ષેપ કર્યા હતાં અત્યાર સુધીમાં 215.14 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું પણ આજ દિન સુધી કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી. આમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરાતી નથી. આ સમગ્ર ઘટનામાં મોટા માથાં (Gujarat Congress accuses BJP government) સંડોવાયા છે ત્યારે સરકારે આ બાબતે પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત શિક્ષિત યુવાનોને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપી શકાતી નથી તેથી ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે.
ડ્રગ્સ પકડયું પણ ક્યાં જતું હતું તેની જાહેરાત નહીં : શૈલેષ પરમાર
વિધાનસભાના વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદમાં સરકાર પર આક્ષેપ (Gujarat Congress Big Blame) કર્યા હતા કે મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું પકડાયું છે જે સૌથી મોટું કન્સાઇનમેન્ટ છે. ત્યારે તેના મૂળ સુધી જવું જોઈએ. પણ સરકાર મૂળ સુધી જતી નથી અને પાકિસ્તાનથી અને અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું વારંવાર કહેવામાં આવે છે. પરંતુ આ કોણે મંગાવ્યું હતું ત્યાં જઈ રહ્યું હતું તે બાબતની કોઇ તપાસ (Gujarat Congress accuses BJP government) થતી નથી અને તેની કોઈ જાહેરાતમાં સરકાર દ્વારા કરવામાં આવતી નથી. ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે.
ગુજરાતમાં હપ્તા સિસ્ટમ : શૈલેષ પરમાર
વિધાનસભાના વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમારે સરકાર વધુમાં આક્ષેપ (Gujarat Congress Big Blame) કર્યા હતા કે રાજ્યના આસપાસના પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની એન્ટ્રી થાય છે. જેમાં ફક્ત પોલીસવાળા નહીં પરંતુ તમામ લોકોને તેના હપ્તા પહોંચે છે અને આ હપ્તા રાજ્યના મુખ્યપ્રધાનથી કમલમ સુધીના હપ્તા હોય છે એટલે જ કોઈ પ્રકારની કાર્યવાહી (Gujarat Congress accuses BJP government) નહીં કરતી હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. આ ઉપરાંત સુરતમાં જે યુવતી પર ખુલ્લામાં હત્યા કરવાની ઘટના બની છે તે બાબત પણ નિંદા કરી હતી અને રાજ્યના ગૃહપ્રધાન પોતાના જ શહેરને સાચવી નથી શકતા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં.
આ પણ વાંચોઃ Congress Legislative Team Announced : સી. જે. ચાવડાને દંડક બનાવાયાં, જાણો બીજા કોને કઇ જવાબદારી મળી
રાજ્યના વિકાસ માટે પોર્ટ બનાવ્યા હતાં અને હવે એનો ઉપયોગ ડ્રગ્સ માટે થઈ રહ્યો છે
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સરકારે ગુજરાતના 1600 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર ગુજરાતના વિકાસ માટે પોર્ટ બનાવ્યા હતાં. આ પોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી થશે તેવી લોકોએ કલ્પના પણ કરી ન હતી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ભયનો (Gujarat Congress accuses BJP government) માહોલ છે. જ્યારે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતા સી જે ચાવડાએ નિવેદન આપ્યું હતું કે ભાજપના પ્રમુખ પર 116 જેટલા કેસો છે અને અનેક ગુનાઓ છે જ્યારે રાજ્યમાં 40 લાખ લોકો બેરોજગાર યુવાનો હોવાના આક્ષેપો (Gujarat Congress Big Blame) પણ ચાવડાએ કર્યા હતાં.