ગાંધીનગર: ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની(Chief Minister of Gujarat) અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠક આજે(બુધવારે) 4 મે 2022ના રોજ મળી હતી. કેબિનેટ પ્રધાન(Cabinet Minister Gujarat) પૂર્ણેશ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જન સુખાકારીના લાભ(Benefits of public welfare to citizens) સત્વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયોના સંકલિત પુસ્તક ‘સેવાયજ્ઞ’ ‘‘222 દિવસ-222 નિર્ણયો’’ તૈયાર કરવામાં આવ્યું છે. જે પુસ્તકનું આજે બુધવારે રાજ્યની કેબિનેટ બેઠક(Gujarat Cabinet Meeting) પછી ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.
જાણકારી અને માહિતીનું અનેરું માધ્યમ - CM ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ(Road building department), વાહન વ્યવહાર વિભાગ(Department of Vehicle Gujarat), પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ(Pilgrimage Development Department) દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવ્યા છે, તે તમામ નિર્ણયોને આ પુસ્તકમાં આવરી લીધા છે. 222 દિવસના નિર્ણયોનું લોકો અને તંત્ર માટે જાણકારી અને માહિતીનું અનેરું માધ્યમ આ પુસ્તક સંકલિત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કરેલા કાર્યો લોકો સુધી પહોંચે તે હેતુંથી આ પુસ્તક તૈયાર કરાયું છે.
આ પણ વાંચો: આ વ્યક્તિના લખેલા પુસ્તકોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન, જાણો કોણ છે આ વ્યક્તિ
‘સેવાયજ્ઞ’ ‘‘222 દિવસ-222 નિર્ણયો’’ - આ પુસ્તકના વિમોચન દિવસે(Sevayagna Book release Gandhinagar) પ્રધાન મંડળ અને અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પુસ્તકનો મુખ્ય આધાર મુખ્યપ્રધાનના નેતૃત્વને ઉજાગર કરતી વિકાસને લગતા નિર્ણયોની યાદી અને માહિતીઓ છે.