ETV Bharat / city

Gujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા - Gujarat Budget 2022

ગુજરાત વિધાનસભાનું આજથી (બુધવાર) સત્ર (Gujarat Budget Session 2022) શરૂ થઈ રહ્યું છે. જોકે, આ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન (Gujarat Cabinet Meeting) કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે આ બેઠક યોજાશે. અહીં અનેક પ્રોજેક્ટ પર ચર્ચા થશે.

Gujarat Cabinet Meeting: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા
Gujarat Cabinet Meeting: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા
author img

By

Published : Mar 2, 2022, 9:29 AM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી (બુધવારે) શરૂ (Gujarat Budget Session 2022) થઈ રહ્યું છે. જોકે, તે પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Budget Session 2022) યોજાશે. સવારે 10 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે આ બેઠક યોજાશે, જેમાં આગામી બજેટમાં (Gujarat Budget 2022) રજૂ થનારા અનેક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- કેબિનેટ બેઠકમાં જૂનાગઢના શિવરાત્રી મેળા બાબતે થશે ચર્ચા

બજેટ બાબતે વિશેષ ચર્ચા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન સુધારા બાબતે અને નવા પ્રોજેક્ટ બાબતે અધિકારીઓ અને મંત્રીઓને ખાસ સૂચના આપી હતી. 3 માર્ચે વિધાનસભામાં રજૂ થનારા નાણાકીય વર્ષ 2022-23 ના બજેટ (Gujarat Budget 2022) બાબત પર ખાસ ચર્ચા કરવામાં આવશે, જેમાં કયા મહત્વના પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે અને કેટલા સમયગાળા દરમિયાન તે પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- SWAGAT online Program: જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ 1,180 રજૂઆતોનું કરાયું નિવારણ

કોરોનાની પણ થશે સમીક્ષા

આ કેબિનેટ બેઠકમાં (Gujarat Budget Session 2022) રાજ્યમાં વર્તમાન કોરોનાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

વિધાનસભા બાબતે ખાસ ચર્ચા

આ બેઠક બાદ ગણતરીની મિનિટોમાં એટલે કે બપોરે 12 વાગ્યાની આસપાસ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો (Gujarat Budget Session 2022) પ્રથમ દિવસ શરૂ થશે. અહીં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રવચન આપશે ત્યારે વિધાનસભાના સત્ર (Gujarat Budget Session 2022) બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વિપક્ષ દ્વારા જો કોઈ પણ મુદ્દો ઉઠાવવામાં આવે તો કયા પ્રધાન વધુ પ્રમાણમાં જવાબ આપશે. તે બાબતની પણ ખાસ ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર (Gujarat Budget Session 2022) બાદ ભાજપના ધારાસભ્યોની વિધાનસભા સત્ર બાબતે બેઠક યોજાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.