ETV Bharat / city

50:25:25ની ફોર્મ્યુલા જાહેર: ધોરણ 10ના 50 ટકા અને ધોરણ 11ના 25-25 ટકા ગુણ ધો.12ના પરિણામમાં ગણાશે

રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરૂવારના રોજ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ કઈ રીતે તૈયાર કરવામાં આવશે તે બાબતની સત્તાવાર ફોર્મ્યુલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

શિક્ષણબોર્ડ
શિક્ષણબોર્ડ
author img

By

Published : Jun 17, 2021, 10:43 PM IST

Updated : Jun 18, 2021, 8:54 AM IST

  • ધોરણ 10ના 50 ટકા ગુણ ગણતરીમાં લેવાશે
  • ધોરણ 11ની પરત અને બીજી કસોટીના 25 ગુણ ગણાશે
  • કેન્દ્ર સરકારે 30:30:40ની ફોર્મ્યુલા નક્કી કરી
  • રાજ્ય સરકારે 50:25:25 ફોર્મ્યુલા આપી હતી

ગાંધીનગર : કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારના CBSEના નિર્ણય બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં 2 જૂનના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે પરિણામ મુદ્દે ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ કેન્દ્રની ગાઈડલાઈનનું અનુકરણ કરવામાં આવશે. જેમાં આજે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ બાદ રાજ્ય સરકારે પણ 50:25:25ની ફોર્મ્યુલા નક્કી કરી છે.

ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 2
ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 2
ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 1
ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 1

આ પણ વાંચો: 1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ…

ધોરણ 12નું પરિણામ કઈ રીતે જાહેર કરવામાં આવશે:

(A) ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન કરવામાં આવશે જેમાં ગુણભાર 50 ગુણ રાખવામાં આવ્યો છે.

(B) ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટી કે જે 50 ગુણ અને દ્વિતીય સામાયિક કસોટીના 50 ગુણમાંથી મેળવેલા આ કુંડના સરેરાશ ગુણના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે (50 ટકા મુજબ) જે રાજ્યમાં 25 નક્કી કરવામાં આવ્યો છે.

(C) શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલી ધોરણ12ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલી એકમ કસોટી (25 ગુણ) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલા ગુણાંકન (20%)ના આધારે 25 ગુણ ગણવામાં આવશે.

રાજ્ય સરકારે પણ રચી હતી કમિટી

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા માટે રાજ્ય સરકારે પણ પરિણામ તૈયાર કરવા માટેની નીતિ નક્કી કરવા 11 શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી અને સમિતિ દ્વારા ભલામણો પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા CJIને લખ્યો પત્ર

પ્રક્રિયાનું સમયપત્રક

જે રીતે રાજ્ય સરકાર ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક બહાર પાડ્યું છે, તેવી જ રીતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા માટે પણ પ્રક્રિયાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જેમાં,

ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 3
ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા- 3
(1) બોર્ડ દ્વારા જાહેર કરેલી પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ 19 જૂનથી 25 જૂન સુધી કરવાનું રહેશે.(2) શાળાઓ દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી 25 જુનથી 1 જુલાઈ સુધી કરવાની રહેશે.

(3) બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે જુલાઈના બીજા અઠવાડિયામાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવામાં આવશે.

(4) બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ જુલાઈના અંતિમ અઠવાડિયામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

Last Updated : Jun 18, 2021, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.