ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વર્ષ 2022 ની ચૂંટણીને (Gujarat Assemly Elections 2022) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટના મહત્વના પ્રોજેક્ટ (Important projects of the budget )અને કાર્યો વહેલીમાં વહેલી તકે પ્રજા સુધી પહોંચે અને પ્રજાને તેનો લાભ થાય તે બાબત ની સૂચના (Budget provisions will be implemented from April 1) આપી હતી.
ચૂંટણીલક્ષી કાર્યક્રમો થશે - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બાબતે (Gujarat Cabinet Meeting)રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટની તમામ કામગીરી 1 એપ્રિલથી શરૂ થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિભાગોના મહત્ત્વના પ્રોજેક્ટો અને બજેટની જોગવાઈઓથી 1 એપ્રિલથી (Budget provisions will be implemented from April 1)લાગુ થાય તે રીતે સૂચના પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે તમામ કાર્યક્રમો ચૂંટણીલક્ષી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય
સરકારી કામકાજ પૂર્ણ થશે - રાજ્યમાં માટી, સિમેન્ટ લોખંડના સળિયા, સ્ટીલ અને બાંધકામના તમામ સાધન સામગ્રીઓ મોંઘા થયા છે ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જીતું વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે ભાવ વધારાની સાથે રાજ્યમાં સરકારી કામકાજ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની સૂચના રાજ્ય સરકારને આપી છે. આ બાબતે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્યસચિવને સૂચના આપી છે. નાણાંવિભાગના પરિપત્રથી રેટિંગ આપવા, સ્ટાર રેટ આપીને કામ ઓઉર કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના
સુજલામ સુફલામ યોજના બાબતે સૂચના - રાજ્યમાં હવે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે 2 દિવસ પહેલા જ સુજલામ સુફલામ ના 5માં તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Assemly Elections 2022 રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં થાય તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે પાણી બચાવવું, બગડતું અટકાવવું તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ઇ સેવા સેતુ બાબતે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting)ચર્ચા કરવામાં આવી છે અને ડિજિટલી તમામ લોકોને વધુ લાભ મળે અને ઝડપથી કામ થાય તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે.