ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Elections 2022) ચૂંટણી ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા માર્ચના રોજ 14મી વિધાનસભાનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા આદિવાસી સમાજને ધ્યાનમાં લઈને બજેટમાં વનબંધુ યોજના ભાગ 2ની (Vanbandhu Yojana Part 2) જાહેરાત કરી શકાય તેવી પણ શક્યતાઓ સેવાય રહી છે. આ બજેટમાં આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને વનબંધુ યોજના જાહેર કરવામાં આવે તો 27 વિધાનસભા બેઠક પર અસર થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી પહેલાં પક્ષો કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ કરે છે તે કેટલી યોગ્ય
વિધાનસભા બજેટ દરમિયાન વનબંધુ યોજના ભાગ-2ની જાહેરાત થઈ શકે
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભાની બેઠક પછી કોઈ 27 વિધાનસભા બેઠક પર આદિવાસી વિસ્તાર ગણાતા પ્રભુત્વ છે, ત્યારે 27 વિધાનસભા બેઠક હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ ખાસ તૈયારીના ભાગરૂપે વિધાનસભા બજેટ દરમિયાન કુલ ચાર પરગના વનબંધુ યોજના ભાગ 2ની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોનું પણ સમાધાન બાબતે મહત્વની જાહેરાતો પણ બજેટ સત્ર દરમિયાન થઈ શકે છે.
વિધાનસભામાં આદિવાસી બેઠકનું ગણિત
- આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક 27
- વર્ષ 2007માં કોંગ્રેસ 14 બેઠક પર મેળવી હતી જીત
- વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમ કોંગ્રેસને 16 બેઠક પ્રાપ્ત થઈ
- વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફરી 14 બેઠક પ્રાપ્ત થઈ
આ પણ વાંચો: "ગુજરાતના વેપારીઓને ધંધા-રોજગારમાં વધારો કરવા GST સુધારા બીલ લાવવામાં આવ્યુ" : નાણાપ્રધાન
27 બેઠક પ્રાપ્ત કરવાનું આયોજન
ભાજપ પક્ષ દ્વારા આદિવાસી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અંબાજીથી ઉમરગામ સુધીના કુલ 27 આદિજાતિની બેઠકો છે. જેમાં ભાજપે તમામ બેઠકો પ્રાપ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ભાજપની રણનીતિના ભાગરૂપે વનબંધુ યોજનાની જાહેરાત કરી શકાય છે. અગાઉ 28 ફેબ્રુઆરી 2007ના રોજ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વનબંધુ યોજના 1ની જાહેરાત કરવામાં આવી હતી.