ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસ અને આપના અસંતુષ્ટ નેતાઓ કેમ ભાજપમાં જોડાઇ રહ્યા છે ? - ભાજપનું મિશન 2022

વિધાનસભા ચૂંટણીઓ ઢૂંકડી છે (Gujarat Assembly Elections 2022 ) ત્યારે પક્ષોમાં આવાગમન તેજ બની ગયું છે. જોકે ગુજરાત ભાજપમાં જોડાવામાં કયા પરિબળો (Gujarat Political Movement Before Elections) કામ કરી રહ્યાં છે તેની છણાવટ આ અહેવાલમાં જૂઓ.

Gujarat Assembly Elections 2022
Gujarat Assembly Elections 2022
author img

By

Published : Feb 21, 2022, 8:20 PM IST

Updated : Feb 23, 2022, 11:14 AM IST

ગાંધીનગર- 2022 વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022 )પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય અપક્ષો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ સિલસિલો રાજકારણમાં વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે ચૂંટણીઓ પહેલા પાર્ટી બદલવાનો આ સિલસિલો (Gujarat Political Movement Before Elections) વધુ રહેતો હોય છે.

ગોળની ગંધે માખી ખેંચાય એવા આકર્ષણથી ભાજપમાં જોડાવાની હોડ

કોંગ્રેસના ધારાસભ્યોથી ચાલુ થયો સીલસીલો

ગુજરાતમાં પાર્ટી બદલવાનો રિવાજ વર્ષો જૂનો છે. પાર્ટીઓએ પોતાના નેતાઓને બીજી પાર્ટીમાં જતા રોકવા બીજા રાજ્યોમાં રિસોર્ટમાં રોકવા પડે છે. રાજ્યસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 )પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારથી ભાજપમાં જોડાવવાનો દોર ચાલુ થયો છે. તાજેતરની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ઉપરાંત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પોતાના કાર્યકરોની ફોજ સાથે ભાજપમાં જોડાઇ રહ્યા છે.

તાજેતરમાં કોણ જોડાયું ભાજપમાં

કોંગ્રેસમાં પાર્ટીના સંગઠન કાર્યને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી પ્રદેશ ગુજરાતના પ્રવકતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. તેમની પાછળ ઉત્તર ગુજરાતના બહુચરાજી, પંચમહાલ જેવા જિલ્લા કોંગ્રેસની વોટ બેંક સમાન છે, તેવા કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ, ધારાસભ્યોનું અત્યારે કોઈ સરનામું નથી: સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય

ભાજપમાં જોડાવાનું કારણ ?

ભાજપે પોતાના કાર્યકરોને વિરોધ પક્ષના મહત્વના કાર્યકરો અને હોદ્દેદારોને પક્ષ સાથે જોડવાનું મિશન આપ્યું છે. જેથી તેઓ પણ યેનકેન પ્રકારે લોકોને ભાજપ સાથે જોડી રહ્યા છે. કોંગ્રેસના ભાજપ સાથે જોડાયેલ કાર્યકરો જણાવી (Why are Congress and AAP disquieted joining BJP) રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટી પરિવારવાદી પાર્ટી છે. ચૂંટાયેલા નેતાઓ સિવાય સંગઠનનું અહીં મહત્વ નથી. તો ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વ્યક્તિગત હુમલાઓ કરે છે. તમની ખાનગી જિંદગીમાં પાર્ટીના નેતાઓ દખલઅંદાજી કરતા હોય છે. ઉપરના સ્તરે પાર્ટીના નેતાઓ તેમની વાત પણ સાંભળતા નથી. પાર્ટીના નેતાઓ તેમની વ્યક્તિગત બાબતો માટે પૈસા ઉઘરાવે છે. આમ અન્ય પક્ષના કાર્યકરોનું ભાજપમાં જોડાવવાનું મુખ્ય કારણ તેમના પક્ષમાં તેમને થતો અન્યાય છે તેવું તેઓ જણાવી રહ્યા છે.

અમે કોઈને આમંત્રણ નથી આપતા : ડો. ઋત્વિજ પટેલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અગાઉ કહી ચુક્યા છે ગુજરાત પ્રદેશ ભાજપ સાથે રાજ્યમાંથી કરોડો કાર્યકર્તાઓ સંકળાયેલા છે. તે દરેકને ટિકિટની આશા હોય તે સહજ વાત છે. ત્યારે બહારના કાર્યકરોના આવવાથી ભાજપના પાયાના કાર્યકરોમાં અસંતોષ સર્જાય તેવી પુરી શકયતા છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ બીજા પક્ષોના નેતાઓને જોડાવવા માટે કદી ક્યારેક કોઈને પાર્ટીમાં જોડાવવા આમંત્રણ નથી આપતું. પરંતુ જેમને ભાજપ સાથે જોડાવવું હોય તો તેમના માટે પક્ષના દરવાજા ખુલ્લા છે. જ્યાં સુધી કાર્યકરોને ટિકિટ (Gujarat Assembly Elections 2022 ) કે હોદ્દો આપવાની વાત હોય તો તેમની આવડત અને અનુભવને ધ્યાનમાં લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ

Last Updated : Feb 23, 2022, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.