ETV Bharat / city

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: અમદાવાદ શહેરની બેઠકો પર કોણ કપાશે? બે મહિલા ઉમેદવારને મળી શકે છે ટિકીટ - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીના દાવેદારો(Contenders for election to Congress) રાજકીય લડતમાં કલગી ચુક્યા છે. એવામાં વર્ષ 2022ની વિધાનસબભાની ચૂંટણીમાં નવા ઉમેદવારોના ચહેરા આવવાણી સંભાવના રહી છે. ત્યારે તેમાં ભાજપના ઉમેરાઓની યાદીમાં કોણ કાપશે અને કોણ આવશે તે જોઈએ ETV Bharatના ખાસ અહેવાલમાં

Etv Bharatગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: અમદાવાદ શહેરની બેઠકો પર કોણ કપાશે? બે મહિલા ઉમેદવારને મળી શકે છે ટિકીટ

author img

By

Published : Aug 2, 2022, 10:19 PM IST

Updated : Aug 3, 2022, 9:16 AM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) હવે ત્રણ મહિના જેટલો જ સમયગાળો બાકી છે. જ્યારે દિવાળી બાદ ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપની વાત કરવામાં આવે તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓ ભાજપના ઉમેદવાર તરીકે સામે આવશે ત્યારે અમદાવાદ શહેરની 10 જેટલી વિધાનસભા બેઠકો પર અનેક મોટા ફેરફાર થશે.

અમદાવાદથી થશે શરૂઆત - ગુજરાત ભાજપ માટે અમદાવાદ શહેર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અમદાવાદ શહેરની વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો ઘાટલોડિયા વેજલપુર, વટવા, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, મણીનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા અને દસક્રોઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં મોટા પાયે નવા ઉમેદવારો ભાજપ પક્ષ જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: કોંગ્રેસના લલિત વસોયા અને ભાજપના જયેશ રાદડિયા એકસાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

ક્યાં ધારાસભ્યો કપાશે - સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અત્યારે ભાજપના ઉમેદવારો અત્યારે વર્તમાન સમયમાં ધારાસભ્ય તરીકે વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ, એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહ, નારણપુરા બેઠક પરથી કૌશિક પટેલ, નરોડા બેઠક પરથી બલરામ થાવાણી ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પરથી વલ્લભ કાકડીયા ઉપરાંત મણિનગર અને સાબરમતીના ધારાસભ્ય સહિત દસકોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ બદલવાનો તકતો ભાજપ તૈયાર કરી રહ્યો છે.

કોને મળશે ટિકીટ - અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત માર્ચ મહિનામાં ભાજપના તમામ ધારાસભ્યો તમામ કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન(Chairman of the Standing Committee) ઉપરાંત જિલ્લા પ્રમુખો અને ભાજપના આગેવાનો સાથે માર્ચ મહિનામાં કમલમ ખાતે ખાસ બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની ટિકિટ માટે જે લોકો સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ હશે તેવા લોકોને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરશે. ત્વારે વાત કરવામાં આવે તો એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાને ટિકિટ મળી શકે છે આ ઉપરાંત બીજા દાવેદાર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ગૌતમ શાહ પણ પ્રબળ દાવેદાર છે. જ્યારે નારણપુરાની વિધાનસભા બેઠક પર અત્યારે હાલમાં કૌશિક પટેલ ધારાસભ્ય તરીકે કાર્યરત છે, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓની ટિકિટ કપાઈ શકે છે. તેમના સ્થાને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને નારણપુરા વિધાનસભામાં ઉમેદવાર તરીકેની જાહેરાત થઈ શકે છે. નારણપુરા વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ રહ્યું છે અને નારણપુરા વિસ્તાર ભાજપનો ગઢ છે.

મહિલાઓ રાજકારણમાં પ્રભુત્વ - અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકોમાં મહિલાઓની રાજકારણમાં ખૂબ જ ઓછી સંખ્યા છે. જ્યારે અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકો ઉપર બે મજબૂત મહિલાઓને ભાજપ પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરાવી શકે છે. આ મહત્વના કારણોથી અમદાવાદની બે મહત્વની બેઠક જેવી કે નારણપુરા વિધાનસભા અને એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી મહિલાઓને દાવેદારી કરાવશે. જ્યારે મણિનગર વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2017ના કોંગ્રેસના હારેલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને પણ ભાજપ ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કર્યા બાદ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે આ નેતાને સોંપી જવાબદારી

ક્યાં ધારાસભ્યો યથાવત રહેશે - અમદાવાદ શહેરમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વટવામાં પ્રદિપસિંહ જાડેજા, અસારવામાં પ્રદિપ પરમાર કે જેઓ હાલમાં રાજ્ય સરકારમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન છે. આ ઉપરાંત, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી યથાવત રહેશે. જ્યારે આ ત્રણ બેઠક અને છોડીને અમદાવાદ શહેરની તમામ બેઠકોમાં નવા ઉમેદવારો ભાજપ પક્ષ જાહેર કરી શકે તેમ છે, તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

સમગ્ર બાબતે શુ કહે છે રાજકીય પંડિતો - અમદાવાદની વિધાનસભા બેઠક પર રાજકીય તજજ્ઞ હરિ દેસાઈએ ETV Bharat સાથે કરેલ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એલિસબ્રિજ વિધાનસભાની બેઠક પરથી જાગૃતિ પંડ્યાને ટિકિટ અપાઈ શકે છે. અમુક પરિબળો સાચવવા માટે તેમને ટિકિટ આપવામાં આવે તેવું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને દીકરી અનાર પટેલને પણ અમદાવાદની વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી શકાય છે અને આ બન્ને મહિલા ઉમેદવારોને પક્ષ અને જીતાડવામાં પણ તનતોડ મહેનત કરશે.

અંતિમ નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ પર - અગ્રણી સીનીયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયવંત પંડયાએ ETV Bharatને જણાવ્યું હતું કે ભાજપમાં ટિકિટની વહેંચણી પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરતું હોય છે, તે પહેલાં એક ટીમ બનાવીને 3 થી 5 દાવેદારો નક્કી કરતા હોય છે, અને અંતિમ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કહેતું હોય છે. આજે ભાજપ એ પરિસ્થિતિમાં છે કે તે પ્રયોગ કરી શકે છે, સફળતા પણ મેળવી શકે છે, આથી એલિસબ્રિજ બેઠક ઉપર છેલ્લી બે કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા રાકેશ શાહને બદલવામાં આવે તો નવાઈ નહીં. આ જ રીતે નારણપુરા વિધાનસભા બેઠક પરથી પણ અનાર પટેલને ટિકિટ આપીને તેમનો રાજકારણમાં પ્રવેશ થઈ શકે છે. ભાજપમાં છેલ્લે સુધી કંઈ નક્કી હોતું નથી. શીર્ષ નેતૃત્વ જ અંતિમ નિર્ણય લેતું હોય છે. આપણે માત્ર અટકળો જ કરી શકીએ.

Last Updated : Aug 3, 2022, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.