ETV Bharat / city

Gujarat Assembly 2022: મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત - ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન

મહિલા દિવસ (Women’s Day 2022) નિમિત્તે મહિલા ધારાસભ્યોને 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. મહિલા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વધુ સારો વિકાસ કરી શકે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે તેવું CMએ જણાવ્યું હતું.

Gujarat Assembly 2022: મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

author img

By

Published : Mar 8, 2022, 8:42 PM IST

ગાંધીનગર: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women’s Day 2022) નિમિત્તે વિધાનસભાગૃહ (Gujarat Assembly 2022)માં રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યો (Women MLAs Gujarat)ને ગ્રાન્ટમાં 1.25 કરોડની વધારાની ગ્રાન્ટ (Grant to Women MLAs In Gujarat) ફાળવવાની જાહેરાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિધાનસભાગૃહમાં નિવેદન આપ્યું હતું અને રાજ્યની તમામ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાના હક (Women Rights In India) માટે જાગૃત બની છે. તમામ ક્ષેત્રે મહિલાઓનુ યોગદાન (role of women in development) જોવા મળી રહ્યું છે, જ્યારે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. ત્યારે આજના દિવસે જ ગુજરાત રાજ્યમાં મહિલા ધારાસભ્યોને ગ્રાંટમાં વધારાની 1.25 કરોડ આપવામાં આવશે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

આનંદીબેન પટેલને કરાયા યાદ

પાટીદાર આંદોલન (patidar anamat andolan)માં મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યા બાદ આનંદીબેન પટેલને ફરીથી ગુજરાત વિધાનસભાગૃહમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તિ યાદ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ સેવા આપી રહ્યા છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન (first woman chief minister of gujarat) હતા.

આ પણ વાંચો: Geniben Thakor on BJP: બનાસકાંઠાની નદીઓમાંથી રેતીની ચોરી થાય છે પણ સરકાર મૂકપ્રેક્ષક બનીઃ ગેનીબેન ઠાકોર

વધુ વિકાસના કામો કરવા વધારાની ગ્રાન્ટ

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો કરવા માટે વધારાની 1 કરોડ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં વધુમાં વધુ અને સારો વિકાસ (Development In Constituency of Women MLAs) કરી શકે તેને ધ્યાનમાં લઈને જ સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.