ETV Bharat / city

Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરનો આક્ષેપ - ખેડૂતો માટેની યોજના ફક્ત કાગળ પર, મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે

વિધાનસભા (Gujarat Assembly 2022)માં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે. તેમણે જણાવ્યું કે કોરોના જેની મહામારીમાં પણ રાજ્ય સરકારની કરવેરાની આવક વધી છે. ખેડૂતો માટેના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરવામાં આવશે? તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરનો આક્ષેપ - ખેડૂતો માટેની યોજના ફક્ત કાગળ પર, મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે
Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરનો આક્ષેપ - ખેડૂતો માટેની યોજના ફક્ત કાગળ પર, મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે
author img

By

Published : Mar 10, 2022, 3:19 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)માં પૂરક ચર્ચાની માંગણી ઉપર કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA Virji Thummar) વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને થપ્પડ નહીં પરંતુ મોટો દંડો માર્યો છે અને ગુજરાત રાજ્યનું GDP (Gujarat State GDP) આગળ વધવાને બદલે દિવસેને દિવસે પાછું ધકેલાતું જાય છે. ભાજપ ખેડૂત અને વિવિધ યોજનાઓ (Scheme For Farmers In Gujarat) અંતર્ગત સહાય આપવાની માત્ર વાતો જ કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ જ સહાય આપવામાં આવતી નથી.

ભાજપ ખેડૂત અને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવાની માત્ર વાતો જ કરે છે - વીરજી ઠુમ્મર

વેરાની આવકમાં કોરોનાની અસર નહીં

વીરજી ઠુમ્મરે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, કોરોના (Corona Cases In Gujarat)ના કારણે રાજ્ય સરકારને કરવેરાની આવકમાં (Gujarat Government Tax Revenue) ઘટાડો થયો તેવો અંદાજ હતો પરંતુ એવું કશું જ નથી. વર્ષ 2019-20માં રાજ્ય સરકારની કરવેરાની આવક 79,020 કરોડ હતી, જે વર્ષ 2020-21માં વધીને 83,424 કરોડ રૂપિયા થઈ છે. કોરોના મહામારી હોવા છતાં પણ રાજ્ય સરકારની આવકમાં 4,404 કરોડનો વધારો થયો છે. આમ વેરાની આવકમાં પણ આની કોઈ અસર નહીં દેખાતી હોવાનું વીરજી ઠુમ્મરે કર્યું હતું.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: રાજ્યમાં અધધ 3.46 લાખ શિક્ષિત બેરોજગાર, વિધાનસભામાં ગુજરાત સરકારે જણાવ્યો આંકડો

ખેડૂતોની આવક કેવી રીતે ડબલ થશે?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને સતત અન્યાય કરતા રહે છે અને કેન્દ્ર સરકાર નાણા પંચની ભલામણ અનુસાર અનુદાન ગુજરાત (Central Grants To Gujarat) સરકારને આપે છે તે કરવેરાના હિસાબ તરીકે ઓળખાય છે, જ્યારે વર્ષ 2005થી 2014ના 9 વર્ષના સમયગાળા દરમિયાન અનુદાન 28.9 ટકા દરે વધ્યું છે, જ્યારે 7 વર્ષના ગાળામાં આ અનુદાન 17.18 ટકા ઘટ્યું હોવાનો આક્ષેપ વીરજી ઠુમ્મરે કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2021ના બજેટમાં ખેડૂતો (Budget For Farmers In Gujarat) અને ખેતી માટે રાજ્ય સરકારે કુલ 7 હજાર 433 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2022માં બજેટમાં તેનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત વર્ષ 2021-22માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત થઈ હતી, ત્યારે ખેડૂતોની આવક કેવી રીતે ડબલ થશે?

આ પણ વાંચો: Kutir Udyog Loan : રાજ્યમાં કુટિર ઉદ્યોગની લોન મેળવવાની અરજીઓ પૈકી 55 ટકા અરજદારોને લોન મળી નહીં

કોંગ્રેસ ફક્ત રાજનીતિ કરે છે : જીતુ વાઘાણી

કોંગ્રેસના પ્રવક્તા વીરજી ઠુમ્મરે કરેલા આક્ષેપનો પ્રત્યુત્તર આપતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ખેડૂતોના નામે રાજનીતિ જ કરે છે જ્યારે ખેડૂતોને તેમના કોંગ્રેસના સમયમાં ઊભા પાક સળગાવી નાંખવા, લુખ્ખા તત્વોનું જોર હતું. પછી મતદાન કરવા જતા લોકોને રોકવામાં આવતા હતાં. આમ ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી. ત્યારે અત્યારે ફક્ત કોંગ્રેસ રાજનીતિની રમત કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.