ETV Bharat / city

Gujarat Assembly 2022: ખેડૂતોની આવક બમણી કરવાનાં મુદ્દે વિક્રમ માડમે રાઘવજી પટેલને યાદ અપાવ્યું 'આદોલન'

વિધાનસભા (Gujarat Assembly 2022)માં ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે પ્રશ્ન કર્યો હતો. વિક્રમ માડમે રાઘવજી પટેલને કહ્યું હતું કે તમને યાદ તો છેને કે આપણે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સાથે આંદોલન કર્યું હતું. વિક્રમ માડમે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી મગફળીના 1100 રૂપિયા જ ખેડૂતોને મળે છે.

Gujarat Assembly 2022: ખેડૂતોની આવક બમણી કરવાનાં મુદ્દે વિક્રમ માડમે રાઘવજી પટેલને યાદ અપાવ્યું 'આદોલન'
Gujarat Assembly 2022: ખેડૂતોની આવક બમણી કરવાનાં મુદ્દે વિક્રમ માડમે રાઘવજી પટેલને યાદ અપાવ્યું 'આદોલન'
author img

By

Published : Mar 16, 2022, 6:49 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)માં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ (Congress MLA Vikram Madam) અને રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ (Cabinet Minister Raghavji Patel) ખેડૂતોની આવક મુદ્દે આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન વિક્રમ માડમે વિધાનસભા ગૃહમાં જ નિવેદન કર્યું હતું કે, રાઘવજી તમને યાદ તો છેને કે ખેડૂતોની આવક બમણી કરવા માટે આપણે જોડે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ આજે હું ખુલીને બોલી શકું છું પરંતુ તમે આ બાબતે કંઈ જ બોલી શકતા નથી.

મગફળીના ટેકાના ભાવમાં વધારો નહીં- વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રશ્ન કર્યો હતો કે, રાજ્યમાં ખેડૂતોની આવક (Farmers' income In Gujarat) ડબલ કરવાના વાયદા કરતી ભાજપ સરકારમાં છેલ્લા 10 વર્ષથી મગફળીના 1,100 રૂપિયા જ ખેડૂતોને મળે છે. જ્યારે જિલ્લામાં વ્યાપક ઉત્પાદન થયું હોવા છતાં પણ 3,200 રૂપિયાના ટેકાના ભાવે જ ખરીદવામાં આવે છે. જેના જવાબમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી (peanuts support price in gujarat) હોય કે જિલ્લાની ખરીદી હોય ભાવનો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવતો હોય છે. રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો રોલ હોતો નથી.

આ પણ વાંચો: Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત

ખેડૂતોને નકલી બિયારણ વેચાયું- વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોને નકલી બિયારણ (fake seeds in gujarat) વેચાણ અંગેનો પ્રશ્ન ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, 31 જાન્યુઆરી 2022ની પરિસ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજ્યના ખેડૂતોને નકલી બિયારણનું વેચાણ થતું હોવાની 15 ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. જે ફરિયાદ અન્વયે 3 ફરિયાદોના કિસ્સામાં કુલ 4 બિયારણના નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે. જે પૈકી 3 નમૂના અપ્રમાણિત જ્યારે એક નમૂનો બિનપ્રમાણિત જાહેર થયેલો છે.

એક કેસમાં બિયારણ લાયસન્સ સ્થગિત- બિન પ્રમાણિત થયેલા નમૂનાના કિસ્સામાં કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને એક ફરિયાદના કિસ્સામાં ખેડૂત સમાધાન થયેલું છે. જ્યારે 11 ફરિયાદોના કિસ્સામાં તપાસ સમિતિ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે. જે પૈકી એક કેસમાં બિયારણ લાયસન્સ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા પોતાનો પાક ખરાબ ન થઈ જાય તે માટે ખેતરમાં દવાનો છંટકાવ પણ સમયાંતરે કરવામાં આવે છે. આ દવા પણ બનાવટી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Kutch is a hub of Bagayati Crop: કચ્છના દાડમોની માંગ બાંગ્લાદેશ, તુર્કી, દુબઇ જેવા દેશોમાં

બનાવટી જંતુનાશક દવાઓનું વેચાણ- વિધાનસભા ગૃહમાં ઋત્વિક મકવાણાએ કરેલા પ્રશ્નમાં કહ્યું કે, 31-1-2020ની પરિસ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજ્યના ખેડૂતોને બનાવટી જંતુનાશક દવાઓ (Fake pesticides in gujarat)નું વેચાણ થતું હોવાની રાજ્ય સરકારને 08 ફરિયાદ પ્રાપ્ત થઈ છે. 8 ફરિયાદોમાંથી 6 ફરિયાદોના કિસ્સામાં કુલ 15 જંતુનાશક દવાના નમૂનાઓ પૃથક્કરણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી 5 નમૂનાઓનું પરિણામ મેળવવાનું બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.