ETV Bharat / city

Gujarat Assembly 2022: ગુજરાતમાં નવી 11 પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવાના બિલ પર કોંગ્રેસે સરકારને આપ્યા મહત્વના સૂચનો - ગુજરાતમાં ખેડૂતોની આવક

ગુજરાતમાં નવી 11 પ્રાઇવેટ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે સરકાર દ્વારા વિધાનસભા (Gujarat Assembly 2022)માં આજે બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો હતો અને કેટલાક સૂચનો પણ કર્યા હતા.

Gujarat Assembly 2022: ગુજરાતમાં નવી 11 પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવાના બિલ પર કોંગ્રેસે સરકારને આપ્યા મહત્વના સૂચનો

author img

By

Published : Mar 31, 2022, 6:46 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રના છેલ્લા દિવસે સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી (New Private Universities In Gujarat) સ્થાપવા બિલ રજૂ કર્યું હતું. કોંગ્રેસે પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવા માટેનું બિલ આવકારવાની સાથે સાથે સૂચનો પણ કર્યા હતા. પ્રાઇવેટ યુનિવર્સિટીથી ગુજરાતના યુવાનોનું હિત થવું જોઇએ. ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે સરકાર દ્વારા 11 પ્રાઇવેટ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ (Congress In Gujarat Assembly) પક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી. જો કે સાથે સાથે સૂચનો પણ આપ્યા હતા.

સરકાર દ્વારા 11 પ્રાઇવેટ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું.

કોંગ્રેસે નિર્ણય આવકાર્યો- કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતમાં નવી 11 યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે આજે સરકાર તરફથી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ નિર્ણય આવકાર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થપાયા બાદ યુનિવર્સિટી એવી ન બનાવી જોઇએ કે જે ગુજરાતના વિદ્યાર્થી પાસેથી મોટી મોટી ફી (Private Universities Fees In Gujarat) વસૂલે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈ ધારાસભ્યને સેનેટમાં મેમ્બર તરીકે નિમણૂક કરવા આવે જેથી પ્રાઇવેટ યુનિવર્સિટી ગુજરાતના હિતમાં બની શકે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી

કૃષિ યુનિવર્સિટીથી ખેડૂતોને ફાયદો થયો છે- કૃષિ યુનિવર્સિટી (Agricultural University In Gujarat)થી ખેતી પર અનેક સર્વે કરવામાં આવ્યા છે. ખેડૂતની આવક (Farmer's Income In Gujarat)કેવી રીતે વધારી શકાય અને ખેડૂત વધારે ઉત્પાદન કરી શકે એ માટેના સર્વે કરવામાં આવ્યા છે. આ સંશોધન કૃષિ યુનિવર્સિટીમાં જ થયા હતા. કૃષિ યુનિવર્સિટી થકી જ આજે ગુજરાતનો ખેડૂત વિવિધ પાકોનું ઉત્પાદન (Crop production In Gujarat) સારી રીતે કરી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : ગૃહમાં ખાનગી યુનિવર્સિટી બિલ થશે પસાર, રાજ્યમાં આવશે નવી 10 યુનિવર્સિટી

દુનિયામાં સૌથી વધુ સોફ્ટવેર ગુજરાતના અને દેશના યુવાન બનાવે છે- વીરજીભાઈ ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ બ્રિટનમાં કરવામાં આવે છે. પણ તેમાં ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર સપ્લાય કરતો યુવાન ગુજરાતની અને દેશની સરકારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને આવનારો યુવાન છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાં બનનારી પ્રાઇવેટ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનોના હિતમાં જોવું જોઈએ એવા સૂચનો કોંગ્રેસે સરકારને કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.