ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્રના અંતિમ દિવસોમાં વિરોધ પક્ષ કોંગ્રેસ આકરે પાણીએ જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા સંકુલ બહાર ભાજપ સરકારનું પૂતળું બાળવામાં આવ્યું હતું. યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપ સરકારનું પૂતળું બાળવામાં આવ્યું ( BJP effigy was burnt ) હતું.
કોંગ્રેસનો સતત વિરોધ- યુવા કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ સતત ગાંધીનગર પોલીસે ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રવેશે નહીં તેને ધ્યાનમાં લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં કોંગ્રેસના યુવા પ્રદેશ પ્રમુખ અને સાથે 4 કાર્યકર્તાઓ વિધાનસભાની (Gujarat Assembly 2022 ) સામે જ પૂતળું (BJP effigy was burnt ) બાળ્યું હતું. કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓએ જબરજસ્તી વિધાનસભાની સીડીઓ પાસે પહોંચવાની કોશિશ કરી હતી.
સત્યાગ્રહ છાવણી પર વિરોધ -ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે પેપર આપ્યા બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સત્યાગ્રહ છાવણી ખાતે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે જેટલા પણ કોંગ્રેસના યુવા આગેવાનો હતાં તેઓની સવારથી જ અટકાયત કરી દેવામાં આવી હતી.તેમ છતાં ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કોંગ્રેસના યુવા પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા અને તેમના ચાર કાર્યકર્તાઓ સાથે વિધાનસભાની બહાર જ ભાજપ સરકારનું પૂતળું બાળવામાં સફળ રહ્યાં હતાં.
પેપર ફૂટવા બદલ વિરોધ- કોંગ્રેસના યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ પૂતળું બાળ્યાં પછી જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના ભાજપ સરકાર પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે તેને ધ્યાનમાં લઈને જ આજે ભાજપ સરકારનું પૂતળું વિધાનસભાની બહાર બાળવામાં આવ્યું છે. અગાઉ અમે પોલીસ મંજૂરી સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની મંજૂરી માંગી હતી પરંતુ મંજૂરી ન આપતા આજે વિધાનસભાની બહાર જ ભાજપ સરકારનું પૂતળું બાળવામાં આવ્યું હતું.
બળજબરીપૂર્વક સીડી પાસે આવવાની કોશિશ - યૂથ કોંગ્રેસે વિધાનસભાની સીડી બહાર રસ્તા ઉપર ભાજપ સરકારનું પૂતળું બાળ્યું હતું અને ત્યારબાદ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા અને તેમની સાથે રહેલા ચાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બળજબરીપૂર્વક સીડી પાસે આવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે તેમને અટકાવી રાખ્યા હતાં અને ત્યારબાદ તેઓ વિધાનસભાના સંકુલની બહાર નીચે બેસીને વિરોધ કર્યો હતો. સાથે જ ગણતરીની મિનિટો બાદ તેઓની અટકાયત કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે આગ બૂઝાવી - કોંગ્રેસ યુવા દ્વારા ભાજપ સરકારનું પૂતળું બાળવામાં આવ્યું હતું ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરીને કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાની બહાર યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર અને બેનર સાથે વિરોધ કર્યા બાદ પૂતળું બાળવામાં આવ્યું હતું. આ દરમિયાન વિધાનસભાની આસપાસમાં ઉભેલી પોલીસ પણ સમગ્ર ખેલ જોઈ રહી હતી.
અટકાયત કરી તો સચિવાલયમાં કેવી રીતે પ્રવેશ કર્યો - આ બાબતે વધુ વાત કરવામાં આવે તો ગાંધીનગર પોલીસ દ્વારા તમામ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની વહેલી સવારથી જ અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની પણ અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારે વિશ્વનાથસિંહ વાઘેલાએ કેવી રીતે સચિવાલયમાં અંદર પ્રવેશ મેળવ્યો તે પણ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. જ્યારે સચિવાલયની અંદર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત હોય છે. સાથે જ આઈ.બી. એલર્ટ પણ હતું. તેમ છતાં પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની બહાર જ ભાજપ સરકારનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો.