ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાન(Gujarat Chief Minister) તરીકે હતાં ત્યારે કલ્પસર યોજનાનો ડ્રીમ પ્રોજેક્ટ જોયો હતો. જ્યારે આજે ગુજરાત વિધાનસભામાં કલ્પસર યોજના બાબતે કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પ્રશ્ન કર્યો હતો. જેમાં 20 વર્ષ થઇ ગયાં છતાં પણ હજી યોજનાને હજુ પણ અભ્યાસક્રમો અને રિસર્ચ ચાલુ જ છે.
216.50 કરોડનો થયો ખર્ચ - કલ્પસર યોજના બાબતે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે પક્ષ યોજના બાબતે અત્યાર સુધીમાં 216 કરોડનો ખર્ચ થયો છે ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે કલ્પસર યોજના શરૂ કરવા અગાઉ 22 જાન્યુઆરી 2003ના રોજ સરકાર દ્વારા 84 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી(Administrative approval) આપવામાં આવી હતી 20 વર્ષ જેટલો સમય ગાળો થયો હોવા છતાં કલ્પસર યોજના માટેના 10 અભ્યાસક્રમ પૈકી 3 અભ્યાસક્રમ પૂર્ણ થયા છે જ્યારે સાત અભ્યાસક્રમો હજી પ્રગતિ હેઠળ છે ત્યારે આ યોજના હેઠળના 19 અભ્યાસક્રમો પૈકી 18 અભ્યાસક્રમો પ્રગતિ હેઠળ અને એક અભ્યાસક્રમ આયોજન હેઠળ છે આમ 20 વર્ષે પણ કલ્પસર યોજના અંગેના અભ્યાસક્રમ પ્રગતિ અને આયોજન હેઠળ છે તો આ યોજના પૂર્ણ કરતા કેટલો સમય(Time complete the scheme) લાગશે તેવા પણ પ્રશ્નો કર્યા હતા.
આ પણ વાંચો: Kalpsar Project : શું કલ્પસર યોજના બની જશે ઈતિહાસ!, અબજોનો ખર્ચો છતા કામ નહીવત
અભ્યાસક્રમ માટે 148.57 કરોડ - કોંગ્રેસ વધુમાં આક્ષેપ કર્યા હતા કે કૌશલ્ય યોજના માટે અભ્યાસક્રમો માટે અત્યાર સુધીમાં 148 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કરી દેવામાં આવી છે 84 કરોડની વહીવટી મંજૂરી સામે 148 કરોડ તો અભ્યાસક્રમો પેટે જ ચૂકવાય ગયા છે જ્યારે અત્યાર સુધીમાં કલ્પસર યોજના માટે કોઈ 216.50 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
આ પણ વાંચો: જામજોધપુરમાં ચાલતી કલ્પસર યોજનાના કામમાં લાલિયાવાડીનો NCPનો આરોપ
શુ છે યોજના ? - યોજના ની વાત કરવામાં આવે તો કલ્પસર યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં એક છે જ્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તે ખંભાતના અખાતમાં 30 કિલોમીટરનો લાંબો બંધ બાંધવા ને યોજના છે આ ડેમ દરિયામાં તાજા પાણીનો ભંડાર બનાવશે. જો કે છેલ્લા એક દાયકાથી ફક્ત આ બાબતે રિસર્ચ જ થઈ રહ્યું છે જ્યારે વર્ષ 2021માં બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારે વિધાનસભામાં જ કહ્યું હતું કે 29 વિવિધ અભ્યાસક્રમો માટે 31 ડિસેમ્બર 2020 સુધીમાં 158 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે જ્યારે મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ વર્ષ 2035 સુધીમાં પૂર્ણ થશે.