ETV Bharat / city

Gujarat 108 Ambulance Service : 1.35 કરોડથી વધુ લોકોએ 108ની સેવા મેળવી, કઇ કઇ સુવિધા છે જાણો - 108 Emergency Response Center

અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતાં. તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ ગુજરાત 108 એમ્બ્યુલન્સની સેવા(Gujarat 108 Ambulance Service) ઉપલબ્ધ બનતા લોકો માટે આ સેવા ખરેખર આશીર્વાદ સમાન બની છે.રાજ્યમાં 1.35 કરોડથી વધુ લોકોએ 108ની સેવા મેળવી (More than 1.35 crore people got 108 service) છે.

Gujarat 108 Ambulance Service : 1.35 કરોડથી વધુ લોકોએ 108ની સેવા મેળવી, કઇ કઇ સુવિધા છે જાણો

author img

By

Published : Jun 22, 2022, 7:57 PM IST

ગાંધીનગર- રાજ્યનાં નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે 108 એમ્બ્યુલન્સની સેવાને આજે વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતાં, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ (Gujarat 108 Ambulance Service) એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે આ સેવા ખરેખર આશીર્વાદ સમાન બની છે.

આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની

રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાનો (Gujarat 108 Ambulance Service) પ્રારંભ વર્ષ 2007થી (Commencement of 108 ambulance service) થયો હતો. આગામી 29 ઓગસ્ટના રોજ108 સેવા ગુજરાતમાં 15 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટિબધ્ધ છે. સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે.

આ પણ વાંચોઃ પ્રસુતીની પીડા સાથે 2 કિમી સુધી ચાલી આ ગર્ભવતી, જાણો 108 કેમ ઘરે ન આવી

નવી ટેકનોલોજીનો સમન્વય - 108 એમ્બ્યુલન્સ વાનમાં (Gujarat 108 Ambulance Service) અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. 108 સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ (108 Emergency Response Center) કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરિકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચી 108ની સેવા

1.35 કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા મળી- 108 દ્વારા મે-2022 સુધીમાં રાજ્યભરમાંથી લગભગ 1 કરોડ 35 લાખ 21 હજારથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ (More than 1.35 crore people got 108 service) કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 45 લાખ 90 હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 16 લાખ 84 હજારથી વધુ ઈમર્જન્સી તેમજ 12 લાખ 46 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ (Gujarat 108 Ambulance Service) બચાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ આકરી ગરમીમાં 108 ના કર્મચારીઓની બાહોશ કામગીરી : ગરમીથી કેવા દર્દીઓમાં વધારો થયો

પ્રસૂતિિ સંબંધિત લાખો કેસો સફળ- વધુમાં 108 એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા 76,565 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 42,545 મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે. ટેકનોલોજીનાં માધ્યમથી 108 ઇમરજન્સી સેવાનો લાભ નાગરિકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે સરકાર દ્વારા “108 ગુજરાત” (108 Gujarat) નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરવામાં આવી છે. 108 ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને (Gujarat 108 Ambulance Service) નવો રાહ ચીંધ્યો છે.

21 માર્ચ, 2022ના રોજથી ગુજરાત અને દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પણ પ્રારંભ

કુલ 802 એમ્બ્યુલન્સ કાર્યરત - માત્ર 53 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી 108ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 802 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને 108 બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. 108 ઈમરજન્સી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 21 માર્ચ, 2022ના રોજથી ગુજરાત અને દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પણ પ્રારંભ (Gujarat 108 Ambulance Service) કરવામાં આવ્યો છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ સેવા (Gujarat Air Ambulance Service) શરુ કરવામાં પણ દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.

મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતા દર્શાવી - આ ઉપરાંત રાજ્યભરની 108ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાંઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોનાચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ (Gujarat 108 Ambulance Service) પૂરું પાડ્યું છે. 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યું હતું કે અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને 108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.