ETV Bharat / city

ભચાઉ: દલિત પરિવાર પર હુમલાની ઘટના, સરકારે 21 લાખ રૂપિયાની સહાય જાહેર કરી - કચ્છમાં દલિત પરિવાર પર હુમલો

કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકાના નેર ગામે દલિત પરિવાર (Dalit Family) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત (6 People Injured) થયા હતા. આ મામલે 6 લોકોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે FIR દાખલ કરી છે. રાજ્ય સરકારે ઇજાગ્રસ્તોને 21 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ભચાઉ: દલિત પરિવાર પર હુમલાની ઘટના, સરકારે 21 લાખ રૂપિયાની સહાય જાહેર કરી

author img

By

Published : Oct 30, 2021, 7:55 PM IST

  • ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની શરમજનક ઘટના
  • ભોગ બનનારા વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ 21 લાખની સહાય ચૂકવાશે
  • ઘટના સંદર્ભમાં પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત કરી -FIR દાખલ

ગાંધીનગર: કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન (Minister of Social Justice and Empowerment) પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી.

કોઇને પણ અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

તેમણે જણાવ્યું હતું કે CM ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇને પણ આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.

સરકારે 21 લાખની સહાય જાહેર કરી

સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન પ્રદીપસિંહ પરમારે જણાવ્યું હતું કે, દલિત અત્યાચારની આ ઘટનામાં જે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે તેમને નિયમાનુસાર કુલ 21 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

કચ્છની આ ઘટનાની જાણ થતાં જ CM ભૂપેન્દ્ર પટેલે સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને 7 વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહીં, FIR પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિવંગત ઇતિહાસકાર પી.જી.જ્યોતિકરના જીવન પર સચિત્ર સ્મરણિકાનું વિમોચન

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.