ETV Bharat / city

GSEB Board Exam Result 2022: 15 દિવસ મોડું આવશે પરિણામ, જૂનમાં શરૂ થશે એડમિશન પ્રક્રિયા - શૈક્ષણિક વર્ષ 2022-23

ધોરણ 10 અને 12નું પરિણામ (GSEB Board Exam Result 2022) 15 દિવસ મોડું આવે તેવી શક્યતાઓ છે. શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલું વર્ષે 15 દિવસ પરીક્ષા મોડી શરૂ કરવામાં આવી હતી. આ કારણે પરિણામ પણ મોડું આવશે. 12 જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

15 દિવસ મોડું આવશે પરિણામ, જૂનમાં શરૂ થશે એડમિશન પ્રક્રિયા

author img

By

Published : Apr 14, 2022, 3:26 PM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (GSEB Board Exam 2022) પૂર્ણ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા હવે પેપર ચેકિંગની કામગીરી (GSEB Board Exam Paper Checking) હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે કોરોનાના કારણે પરીક્ષા મોડી લેવામાં આવી હતી અને પરિણામ (GSEB Board Exam Result 2022) પણ મોડું જાહેર થયું હતું. તો આ વર્ષે પણ પરીક્ષા 15 દિવસ મોડી લેવામાં આવી છે, ત્યારે પરિણામ પણ 15 દિવસ મોડું જાહેર થાય તેવી શક્યતાઓ છે.

મે મહિનામાં પરિણામ- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (gseb hsc result 2022)નું પરિણામ મે મહિનાના બીજા અઠવાડિયા બાદ જાહેર કરવામાં આવશે અને ત્રીજા અઠવાડિયામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10નું પરિણામ જૂન મહિનાના પ્રારંભમાં અથવા તો મે મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી

પરિણામ બાદ સત્તાવાર એડમિશન પ્રક્રિયા શરૂ થશે- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ તાત્કાલિક ધોરણે NEET (neet exam in gujarat) અને GUJCETની પરીક્ષા (gujcet exam 2022)નું આયોજન પણ રાજ્યના શિક્ષણ વિભાગ (Department of Education Gujarat) દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સમયસર કરવામાં આવશે. પરિણામ બાદ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા (class 11 admission process) પણ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 12 જૂનથી નવું શૈક્ષણિક વર્ષ (academic year 2022-23) શરૂ થઈ રહ્યું છે તે પહેલાં જ એડમિશન પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે.

16 તારીખથી તમામ પ્રશ્નપત્રનું ચેકિંગ શરૂ- શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ધોરણ-10ના અમુક વિષયોનું પેપર ચેકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે 16 તારીખથી ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્ર ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. આ ઓછામાં ઓછા 20થી 25 દિવસની પ્રક્રિયા છે. પેપર ચેકિંગ થયા બાદ તમામ ડેટા શિક્ષણ વિભાગને પ્રાપ્ત થશે અને તેમાંથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: HSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ગુમાવ્યું છતાં મક્કમતાથી પરીક્ષા આપી નવસારીનો વિદ્યાર્થી બન્યો પ્રેરણારૂપ

15 દિવસ મોડું પરિણામ જાહેર થશે- કોરોનાના (Corona In Gujarat) વર્ષને બાદ કરીને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે પરીક્ષાનું આયોજન ખુબ મોડું કરવામાં આવ્યું હતું. એટલે કે, 15 દિવસ પરીક્ષા લેટ રાખવામાં આવી હતી, જેથી પરિણામ પણ હવે મોડું આવશે. વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં કુલ 7,81,678 નિયમિત વિદ્યાર્થીઓ, 9,367 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ઉપરાંત ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 3,40,468 નિયમિત વિદ્યાર્થીઓ અને 22,270 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.