- રાજ્યમાં મગફળીની ખરીદીમાં ઉદાસીનતા,ફક્ત 8939 ખેડૂતોએ મગફળીનું કર્યું વેચાણ
- સરકારે 1 લાખ જેટલા ખેડૂતોને SMS કરીને મગફળી વેચવા આમંત્રણ આપ્યું
- લાભ પાંચમ થી મગફળીની ખરીદી થઈ હતી શરૂ
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ( Peanut MSP ) ખરીદી પ્રક્રિયા ( Purchase of peanuts ) થઈ રહી છે. છે પરંતુ ગુજરાત રાજ્યમાં મગફળીના વેચાણમાં ( Groundnut MSP ) ખેડૂતોની નિરસતા જોવા મળી રહી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં એક લાખ જેટલા ખેડૂતોને એસએમએસ (SMS farmers) કરીને મગફળીના વેચાણ માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ તેની સામે જોઈએ તો ફક્ત 8939 જેટલા ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે.
25 નવેમ્બર સુધીની વિગતો પ્રમાણે
SMS કરેલ સંખ્યા 98,148
વેચવા આવેલ ખેડૂતની સંખ્યા 8939
કેટલી ખરીદી થઈ : 1,69,861.15 કવિન્ટલ
કુલ ચૂકવવા પાત્ર રકમ 9427.29 લાખ
કુલ ખરીદ કેન્દ્ર 155 માંથી ફક્ત 119માં જ ખરીદી યથાવત
ગત વર્ષની પરિસ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગત વર્ષની ટેકાના ભાવની ખરીદી ( Purchase of peanuts ) બાબતે વર્ષ 2020 માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા 5275 ની કિંમત તે ખરીદી ( Groundnut MSP) કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે એટલે કે વર્ષ 2021-22માં 5550 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. આમ ગત વર્ષે એટલે કે વર્ષ 2019-20માં 5,00,546, વર્ષ 2020-21માં 2,02,591 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Junagadh Farmar : ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને અયોગ્ય અને મુશ્કેલ, MSP વધારવાની માગ કરતાં ખેડૂતો
આ પણ વાંચોઃ દાંતા APMCમાં મગફળી વેચવામાં ખેડૂતોને નથી રસ, જાણો કેમ