- કોરોના વધતા જતા પ્રમાણને પગલે લેવાયો નિર્ણય
- ગાંધીનગરમાં વેપારીઓ દુકાનો સ્વયંભૂ બંધ રાખશે
- કરીયાણાની દુકાનો બપોર 2 પછી બંધ રાખવાનો નિર્ણય
ગાંધીનગર: કરીયાણાના વેપારીઓએ રવિવારથી ગાંધીનગરમાં સવારે 7:3થી 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે. બાકીના સમયે વેપારી મંડળે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ, કેટલાક વેપારીઓ કોરોનામાં સપડાયા હોવાથી સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ગાંધીનગર શહેરીજનો કોઈ પણ વસ્તુંની બપોર બાદ ખરીદી કરી શકશે નહીં. વેપારી એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: જેતપુરમાં શનિ-રવિ દુકાનો બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ
શહેરમાં રવિવારથી બપાર બાદ દુકાનો ખુલ્લી રહેશે નહીં
14 એપ્રિલના રોજ આગેવાનોની હાજરીમાં વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં, તેમને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ અંગે રિટેઇલ વેપારી એસોસિએશનના પ્રમુખ ભરતભાઇએ કહ્યું કે, આ નિર્ણયનો અમલ રવિવારથી કરવામાં આવશે. જેથી શહેરમાં રવિવારે બપોરે 2 વાગ્યા પછી એક પણ કરીયાણાની દુકાન ખુલ્લી જોવા મળશે નહીં. શહેરીજનોએ બપોરે 2 વાગ્યા પહેલા ખરીદી કરી લેવી પડશે. કોરોનાના વધતા કેસને લઇને વેપારીઓ દ્વારા જાતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અંબાજીમાં પ્રવાસીઓ ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા