ETV Bharat / city

Gramsevak Bharti 2022 : ગ્રામસેવક વર્ગ-3 ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો - બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ

ગાંધીનગર :  ચૂંટણીનું વર્ષ નજીક છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામસેવક વર્ગ-3ની ભરતીમાં (Gramsevak Bharti 2022)બેચલર ઓફ સ્ટડીઝના (Bachelor of Rural Studies )વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gramsevak Bharti 2022 : ગ્રામસેવક વર્ગ-3 ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો

author img

By

Published : Mar 19, 2022, 1:08 PM IST

ગાંધીનગર : ચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકાર અમુક મહત્ત્વના નિર્ણયો લઇ રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રાજ્યના પંચાયત રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં (Gramsevak Bharti 2022)બેચલર ઓફ સ્ટડીઝના (Bachelor of Rural Studies )વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુવાઓને થશે વધુ લાભ - પંચાયત રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામસેવક વર્ગ-3ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ (Inclusion of various courses of Bachelor of Rural Studies)કરવાનો મહત્ત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા

ગ્રામ્ય સેવક ભરતીમાં ઉપયોગી - બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-3ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ બી.આર.એસ. સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે. રાજયના વધુમાં વધુ યુવાનો ગ્રામવિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી આ યુવાહિતલક્ષી નિર્ણય (Inclusion of various courses of Bachelor of Rural Studies) કરાયો છે. જે અનુસાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.)નો પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં (Gramsevak Bharti 2022) સમાવેશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ખેલ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચો પણ વ્યાયામ શિક્ષકોની ભરતી તો કરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.