ETV Bharat / city

Gram Panchayat elections 2021: રાજ્યના 10 હજાર ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

રાજય ચૂંટણી આયોગ (State Election Commission 2021) દ્વારા રાજ્યના 10,000થી વધુ ગામડાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો, જેમાં સમગ્ર રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat elections) કુલ 31,359 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 ડિસેમ્બરના રોજથી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 7 ડીસેમ્બરથી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. 7 ડિસેમ્બર બાદ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં ઉમેદવારોના ફાઇનલ આંકડો સામે આવશે.

Gram Panchayat elections 2021: રાજ્યના ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

author img

By

Published : Dec 5, 2021, 7:59 AM IST

Updated : Dec 8, 2021, 10:37 PM IST

  • રાજ્યમાં 10, 879 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 31,359 ઉમેદવાર મેદાને
  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 ડિસેમ્બરના રોજથી ફોર્મની ચકાસણી કરવામાં આવશે
  • ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી

ગાંધીનગર: ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gram Panchayat elections 2021) વાત કરવામાં આવે તો શનિવારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા (Election Commission Gujarat) સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ આવતી નથી, તેમ છતાં અનેક પક્ષો દ્વારા પાછલા બારણે હસ્તક્ષેપ કરીને પંચાયતો પર રાજકીય કબજો મેળવવાના પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હવે 12 મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારની ચૂંટણી મહત્વની સાબિત થશે.

19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો ઉપર 54,300 મતપેટીઓ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં EVMથી ઇલેક્શન થતું નથી, જેથી ગ્રામ્ય વિસ્તારોનું મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે.

આ પણ વાંચો: Gram Panchayat elections:પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 52 ફોર્મ ભરાયા

1,57,722 પોલીસ ચૂંટણીની કામગીરીમાં

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા (Election Commission Gujarat) ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં ચૂંટણી માટે 1,57,722 જેટલા પોલીસ જવાનો ચૂંટણીની કામગીરીમાં જોડાશે. આ ઉપરાંત મતદાનના દિવસે 2657 ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ ફરજ બજાવશે.

આ પણ વાંચો: Election boycott in Bolav Village : બોલાવ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Last Updated : Dec 8, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.