ગાંધીનગર : ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી અને ત્યારબાદ સમગ્ર તમામ જિલ્લાઓમાં પોલીસના ગ્રેડ પે (Grade Pay Issue) વધારાય તે બાબતને આંદોલન કર્યું હતું. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના એક કોન્સ્ટેબલે વિધાનસભાના પગથીયા પર બેસીને પોલીસ ગ્રેડ પેનું આંદોલન શરૂ કર્યું હતું અને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન (Demands of police personnel) ફેલાયું હતું. ત્યારે હવે આ પોલીસ ગ્રેડ પે આંદોલનનું બાળમરણ થવાનું હોય તેવું લાગી રહ્યું છે કે જેમાં પોલીસને ગ્રેડ પે (Police Grade Pay )તો નહીં મળે પરંતુ અમુક ફાયદાકારક નિર્ણય સરકાર કરી શકે તેમ છે.
પોલીસ ગ્રેડ પે પર લટકતી તલવાર - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારને પોલીસ આંદોલનને (Grade Pay Issue)ઠારવા માટે જે કમિટી તૈયાર કરવામાં આવી હતી તે કમિટીએ રાજય સરકારને રિપોર્ટ (Grade Pay Committee Report) સુપરત કર્યો છે. જેમાં અમુક માંગ સ્વીકારવાની ટિપ્પણી પણ કરવામાં આવી છે. પરંતુ grade pay ની (Police Grade Pay )માંગ સ્વીકારવામાં આવશે નહીં તેવી સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ પણ વાંચોઃ Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે
કેમ નહીં મળી શકે ગ્રેડ પે - ગુજરાત પોલીસના જવાનોએ પોલીસ ગ્રેડ પે (Police Grade Pay )વધારવાની માંગ કરવામાં આવી છે અને આંદોલન પણ કર્યું હતું. ત્યારે રાજ્ય સરકારે કમિટીનું ગઠન કરીને પોલીસના પડતર પ્રશ્નોનું (Demands of police personnel) નિરાકરણ આવે તે માટે પોઝિટિવ વલણ રાખ્યું હતું. ગ્રેડ પે (Grade Pay Issue)ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પોલીસ સહિતની કુલ 10 જેટલી એવી કેડર છે કે જેનો ગ્રેડ પે ઓછો છે અને જો પોલીસનો પોલીસ ગ્રેડ પે વધારવામાં આવે તો આવનારા દિવસોમાં સરકારી શિક્ષકો, તલાટીઓ, આંકડાકીય મદદનીશ અધિકારીઓ, કલાર્ક, ઊર્જા વિભાગ, વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત રાજ્ય સરકારમાં જે કર્મચારીઓને ઓછા ગ્રેડ પે જેથી તમામ કર્મચારીઓના ગ્રેડ પે વધારવા પડે અને આવી કુલ 10 જેટલી કેડર થાય છે ત્યારે આ કારણે પણ પોલીસની ગ્રેડ પેમાં વધારો પ્રાપ્ત નહીં થઈ શકે.
આ પણ વાંચો - Police Grade Pay Issue : ગ્રેડ પે મામલે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કરી નીલમ મકવાણાની મુલાકાત
ક્યારે અને કેવી જાહેરાત થઈ શકે છે - ગુજરાત પોલીસ અને એસઆરપીના જવાનો માટે ગ્રેડ પે વધારા (Grade Pay Issue)સાથે અન્ય પણ કેટલીક માંગણી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગ્રેડ પે (Police Grade Pay )બાદ કરતા અમુક રજૂઆત રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી શકાય છે. જેમાં 7 થી 10 જેટલી રજૂઆત (Demands of police personnel)રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજયના પોલીસ કર્મચારીઓને આર્થિક સુધારો થાય તેવી જાહેરાત થઇ શકે છે. જ્યારે પોલીસ એસોસિએશન બનાવવા પર પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. આ તમામ જાહેરાતો વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત પણ કરી શકે છે.
કયા મુદ્દાઓ પર કરાઈ છે માંગ - 1. સાતમા પગાર પંચ મુજબ રજા આપવા અંગે તથા આજ દિન પછી જ્યારે પણ જે કોઈપણ નવું પગાર પણ જે દિવસથી લાગુ થાય તે દિવસથી પગાર રજા પણ તે જ પગાર પંચ મુજબ ચુકવણું થાય. 2. પોલીસ કર્મચારીમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એ.એસ.આઈના યુનિયનને મંજૂરી આપવી અથવા ફરિયાદ ફોર્મની રચના કરવી જેમાં નિવૃત્ત પોલીસ અધિકારી અથવા તો કર્મચારી તથા નિવૃત્ત ન્યાયાધીશને નિમણૂક આપવી. 3. 1 જાન્યુઆરી જાન્યુઆરી 2004થી લોકરક્ષકની પાંચ વર્ષથી નોકરી સળંગ ગણી તેમને બધી તારીખથી 12 વર્ષના 24 વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અને સિનિયોરીટી ગણવાની રજૂઆત. 4. રાજ્ય પોલીસ ફોર્સના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના સ્ટાફના વેલ્ફેર માટે રાજ્ય પોલીસ વેલ્ફેર આયોગની રચના કરવી. 5. રાજ્ય પોલીસ ફોર્સના વેલ્ફેર ફંડનો વહીવટ જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાના પોલીસ કર્મચારીઓની બનેલી કમિટી કરે તેવી રજૂઆત 6. પોલીસ અધિકારી અથવા કર્મચારીઓ આજદિન સુધી પાંચમા પગાર પંચ મુજબ બધા ચૂકવવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ ચુકવણું કરવામાં આવે. 7. પોલીસ અધિકારી-કર્મચારીઓને 300 લેખે ચૂકવાતા મેડિકલ પથ્થરની જગ્યાએ અન્ય કોઈ નામાંકિત પ્રાઈવેટ કંપનીની કેસલેસ હેલ્થ પોલિસી હોદ્દા મુજબ પાંચ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા તથા રૂપિયા 10 લાખ આપવા અંગેની રજૂઆત. 8. આઠ કલાકથી વધુ ફરજ લેવામાં આવે તો કલાક દીઠ રીફ્રેશમેન્ટ એલાઉન્સ નક્કી કરવું 9. પોલીસ દળના હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઘરભેગા કરવા અંગેની રજૂઆત 10. પોલીસના યુનિફોર્મ જેવા કે પટ્ટો, કેપ તથા હોલ સુઝ ખરીદી કરી ન આપતા કે એંકેશમેન્ટ કરી આપવાની રજૂઆત કેન્દ્ર સરકારના નિયમ અનુસાર વાર્ષિક 10000 રૂપિયા 11. એસઆરપીની દર ત્રણ માસે ફરજની જગ્યાની બદલી કરવામાં આવે છે તેના બદલે તેઓને સ્થાઈ કરવાની રજૂઆત 12. એસઆરપી કર્મચારીઓની જેમ તાલીમ સમયગાળા પૂરતો ફિક્સ પગાર રાખી તાલીમ બાદ ફુલ પગારમાં નિમણૂક અંગેની રજૂઆત 13. એસ આર પી એફમાં કંપનીમાંથી અન્ય જિલ્લામાં ફરજ સોંપવામાં આવે છે ત્યારે તેઓને જે તે પોઇન્ટ આપવામાં આવે ત્યાં પ્રાથમિક સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી જે સુવિધા અંગેની રજૂઆત 14. પોલીસ કર્મચારીઓ પર ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી દંડ પોલીસ પોલીસ મેન્યુઅલ મુજબ કરવા રજૂઆત |