ગાંધીનગર : ગુજરાતના 1,600 કિમીના દરિયા કિનારે ગુજરાતના માછીમારો (gujarat fisherman in pakistan jail) માછીમારી કરીને પોતાની આજીવિકા ચલાવતા હોય છે. સારી અને શ્રેષ્ઠ માછલીઓની ખેતી કરવા માટે ગુજરાતના માછીમારો મધ દરિયે જતા હોય છે, પરંતુ ભારત અને પાકિસ્તાન સરહદ પર ક્યારેક તેઓ પહોંચી જાય છે, તે તેમને જાણ હોતી નથી અને અંતે પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા ગુજરાતના માછીમારોની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે.
ગુજરાત સરકાર દ્વારા આવા માછીમારોના પરિવારજનને પ્રતિ 300 રૂપિયાની આર્થિક સહાય (Gujarat fisherman gujarat govt help) આપવામાં આવે છે, પરંતુ અમુક કારણોસર અનેક એવા પરિવારો છે કે જેઓને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મેળવવામાં તકલીફ પડે છે અથવા તો મળતી જ નથી. રાજ્ય સરકારના નિયમો પ્રમાણે જે માછીમાર પાકિસ્તાન જેલમાં હોય છે, તે દિવસથી તેના પરિવારજનોને 300 રૂપિયા પ્રતિ દિવસની સહાય આપવામાં આવે છે, પરંતુ ગુજરાતના 200થી વધુ પરિવારજનો એવા છે કે, જેઓને ગુજરાત સરકારની કોઈપણ પ્રકારની સહાય પ્રાપ્ત થતી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશએ કર્યો હતો.
આ પણ વાંચો: ભૂંડના કારણે 2 ટોળા વચ્ચે જાહેર રસ્તા પર તલવારથી મારામારી, કાર પર ચડાવી કાર
કારણ આપતાં પુજા વંશએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદને લઈને આવા માછીમારોના પરિવારજનોને સહાય આપવામાં આવતી નથી સામાન્ય ગુના હોવા છતાં પણ ગુજરાતના માછીમારોને સહાય અપાતી નથી કારણ કે, જે તે વ્યક્તિ ઉપર પોલીસ કેસ દાખલ હોવાના કારણે રાજ્ય સરકાર સહાય આપતી નથી. કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશએ માંગણી (Puja vansh demand for gujarat fisherman) કરી હતી કે આ બાબતે રાજ્ય સરકારને અનેક વખત પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, આવા પરિવારજનોને રાજ્ય સરકાર પ્રતિ દિવસ 300 રૂપિયાની આર્થિક સહાય આપે
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એક એવો નિયમ બનાવે કે, ગુજરાતના માંછીમારો માછીમારી કરવા જાય તો, પાકિસ્તાન મરીન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વૈશ્વિક નેતા તરીકેની છબી ધરાવે છે, ત્યારે આવો નિર્ણય પણ કરવો જોઈએ. જ્યારે પાકિસ્તાન જેલમાં અત્યારે કેદ થયેલા ગુજરાતના માછીમારોને તાત્કાલિક ધોરણે મુક્ત કરાવવા અને જો જેલમાં માછીમાર બીમાર પડે તો તેની તાત્કાલિક ધોરણે સારવાર થાય તે બાબતની વ્યવસ્થા કરવાની પણ માંગ કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે કરી છે.
519 માછીમારો પાકિસ્તાન જેલમાં : ગુજરાત વિધાનસભાના બજેટ ક્ષેત્રમાં બહાર આવેલ માહિતી પ્રમાણે રાજ્યના 519 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં છે વર્ષ 2020 માં 166 અને વર્ષ 20021 માં 195 મળીને કુલ બે વર્ષમાં 358 જેટલા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ હતા જ્યારે રાજ્ય સરકારે વર્ષ 2020 માં સાત વખત અને વર્ષ 2021 માં 11 વખત રજૂઆત કરીને કુલ 18 વખત રજૂઆત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને કરીને માછીમારોને છોડવાની વાત કરવામાં આવી છે જ્યારે છેલ્લા બે વર્ષ સુધીમાં રાજ્ય સરકારના 300 રૂપિયા પ્રતિ દિવસની સહાય અત્યારે કુલ 323 જેટલા કુટુંબોને જ ચૂકવવામાં આવે છે..