ETV Bharat / city

સરકાર ખાનગી મેડિકલ કોલેજની ફી મુદ્દે વિચારણા કરશે, જો ન કરી તો 5 હજારથી વધુ સ્ટુડન્ટના પર લટકતી તલવાર - નિતીન પટેલ

રાજ્યના મેડિકલ સ્ટુડન્ટસ પર હવે કોરોનાને લીધે લટકતી તલવાર જોવા મળી રહી છે, કોરોના કાળમાં મેડીકલને વિદ્યાર્થીઓએ કોલેજની લેબોરેટરી અને અન્ય ફેસિલિટીનો ઉપયોગ ન કર્યો હોવા છતાં પણ ખાનગી કોલેજો દ્વારા ફી માગવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ સરકારની મદદ માગી છે. જેમાં વિદ્યાર્થીઓએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી. સરકાર આગામી સમયમાં વિચારણા કરશે તેવું પણ આશ્વશન આપવામાં આવ્યું છે.

સરકાર ખાનગી મેડિકલ કોલેજની ફી બાબતે વિચારણા કરશે, જો નહીં કરે તો 5000થી વધુ મેડિકલ સ્ટુડન્ટના ભાવિ પર લટકતી તલવાર

author img

By

Published : Aug 22, 2020, 2:01 PM IST

ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજની એક પણ ફેસિલિટીનો ઉપયોગ કર્યો નથી. લોકડાઉન હોવાના કારણે તમામ કોલેજ બંધ હતી, પરંતુ હવે તમામ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની માગ કરવામાં આવી રહી છે. આ ફી બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવા આવ્યાં હતાં.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી છે અને સરકાર આ બાબતે વિચારણા કરે તેવી પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આ બાબતે સરકાર ટૂંક સમયમાં વિચારણા કરશે.

સરકાર ખાનગી મેડિકલ કોલેજની ફી બાબતે વિચારણા કરશે, જો નહીં કરે તો 5000થી વધુ મેડિકલ સ્ટુડન્ટના ભાવિ પર લટકતી તલવાર

ઉલ્લેખનીય છે કે, એક વિદ્યાર્થીની ફી 3 લાખથી 18 લાખ રૂપિયા સુધીની હોય છે, ત્યારે આ કપરા સમયમાં ફીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોલેજની ફી બાબતે જણાવ્યું હતું કે, એક પણ ફેસિલિટીનો ઉપયોગ ન કર્યો હોવા છતાં પણ કોલેજ દ્વારા ફીની માગણી કરવામાં આવી રહી છે. જો ફ્રીઝ ભરવામાં નહીં આવે તો એડમિશન રદ કરવાની પણ કોલેજ સત્તાધીશોએ ચીમકી આપી છે.

જો આવું થશે અથવા તો અમે ફી નહીં ભરી શકીએ તો એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ છોડવાના પણ દિવસો આવશે. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો છે, જેમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને એમબીબીએસ છોડવું પડશે. હવે રાજ્ય સરકાર મેડિકલના વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની વિચારણા કરશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.