ETV Bharat / city

Government Primary Schools In Gujarat: રાજ્યની 700 પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક, 86 શાળાઓ બંધ કરાઈ - ગુજરાતમાં મર્જ કરાયેલી શાળાઓ

રાજ્યમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓ (Government Primary Schools In Gujarat) ફક્ત 1 જ શિક્ષકથી ચાલે છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા 86 શાળાઓ બંધ કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો રાજ્ય સરકારે જવાબ આપતા આ આંકડો જણાવ્યો હતો.

Government Primary Schools In Gujarat: રાજ્યની 700 પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક, 86 શાળાઓ બંધ કરાઈ

author img

By

Published : Mar 14, 2022, 8:21 PM IST

ગાંધીનગર: વિધાનસભા (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીકાળ દરમિયાન શિક્ષણ વિભાગ (department of education gujarat)ને અનેક પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછ્યા હતા. રાજ્યમાં કેટલી સરકારી શાળાઓ બંધ કરાઈ અને કેટલી શાળાઓમાં (Government Primary Schools In Gujarat) 1 જ શિક્ષક છે તે વિશે રાજ્ય સરકારે વિધાનસભાગૃહની પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યની 700 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક (Situation Of Government Schools In Gujarat) કાર્યરત છે જ્યારે છેલ્લા 2 વર્ષમાં 86 શાળાઓ શિક્ષણ વિભાગે બંધ કરી હોવાની વિગત વિધાનસભાગૃહમાં સામે આવી છે.

700 શાળામાં એક જ શિક્ષક - કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત અનેક ધારાસભ્યોએ રાજ્યના અલગ અલગ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક હોવા અંગે પ્રશ્નો કર્યા હતા. જે બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 700 જેટલી શાળાઓ છે જેમાં ફક્ત એક જ શિક્ષક છે અને આ એક જ શિક્ષકથી સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત કરવામાં આવે છે. સૌથી વધારે કચ્છ જિલ્લામાં 100 શાળાઓ (Government Primary Schools in Kutch) છે જે ફક્ત એક જ શિક્ષક ચાલે છે. 700 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8ના બાળકોને એક જ શિક્ષક (Government Primary Schools Teachers Gujarat) કેવી રીતે બધા વિષયનું શિક્ષણ પુરૂં પાડતાં હશે તેવા પ્રશ્ન પણ રાજ્ય સરકારને કોંગ્રેસે કર્યા હતા.

આ પણ વાંચો: Teacher encouragement: ખાનગી શાળા કરતા સરકારી શાળામાં મળ્યું યોગ માટે પ્રોત્સાહન, યશસ્વીએ હાંસલ કરી સિદ્ધિ

86 શાળાઓ કરાઈ બંધ - કોંગ્રેસના વાવ વિધાનસભાના ધારાસભ્ય (Congress MLA of Vav Constituency) ગેનીબેન ઠાકોરે રાજ્યમાં કેટલી શાળાઓ બંધ કરાઇ છે અને કેટલી શાળાઓ મર્જ કરી છે તે અંગેનો વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 88 જેટલી શાળાઓ બંધ (Government Schools Closed In Gujarat) કરવામાં આવી છે. સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 25 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ છે. કુલ 491 જેટલી શાળાઓને મર્જ કરવામાં આવી છે. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 114 જેટલી શાળાઓ મર્જ (Merged schools In Gujarat) કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી

2007-08 બાદ વ્યાયામ શિક્ષકની ભરતી જ નહીં - વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે રાજ્યની સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતી (Government Teacher Recruitment Gujarat) બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી છેલ્લે વર્ષ 2007માં કરવામાં આવી હતી. રાજ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી છેલ્લે નવેમ્બર 2019ના જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.