- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
- સરકારી તમામ કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે
- હવે મહિનાના 1,3,5 શનિવાર પણ સરકારી ઓફિસ કાર્યરત રહેશે
- કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા લેવાયો નિર્ણય
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે સંક્રમણને રોકવા માટે આંશિક નિયંત્રણો લાદવા સાથે અને સરકારી કચેરીઓ તથા ખાનગી કચેરીમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી. હવે મે મહિના અને જૂન મહિનામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવ્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7જૂનથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.
કોરોના કેસમાં ઘટાડો થતાં હવે સરકારી કચેરી 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે
રાજ્યમાં મે મહિનાથી કરવાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે 3 જૂનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 1207 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. ત્યારે સતત ઘટતા જતા કેસને કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 7 જૂન સોમવારથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ 100 ટકા કેપેસિટીથી કાર્ય કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત
મહિનાના 1,3 અને 5 માં શનિવાર ઓફિસ કાર્યરત
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે પહેલાં ધ્યાનમાં લઇને તમામ શનિ-રવિ રજા સરકારી કચેરીમાં જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોના કેસમાં ઘટાડો થતાં મહિનાના પ્રથમ ત્રીજા અને પાંચમા શનિવાર દરમિયાન સરકારી કચેરી કાર્યરત રહેશે.
કોરોના ગાઈડલાઇન્સનું કરવું પડશે અનુસરણ
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીમાં સો ટકા સ્ટાફ સાથે કાર્ય કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 7 જૂનથી રાજ્યની તમામ કચેરીમાં સો ટકા સ્ટાફ સાથે કાર્ય શરૂ કરવામાં આવશે.ત્યારે કોરોનાથી સુરક્ષિત રહેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી guidelines જેમાં સામાજિક અંતર, ફેસ માસ્ક ફરજિયાત પહેરવું અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવશે. ખાનગી કંપનીઓ અને ખાનગી ઓફિસો પણ 100 ટકા સ્ટાફ સાથે 7 જૂનથી કાર્યરત રહેશે.
આ પણ વાંચોઃ દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવી વિરોધ કર્યો