ગાંધીનગર : ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની (Government Announcement Summer Mugs) ટેકાના ભાવે ખરીદી કરવાનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021-22માં મગ પાક માટે ટેકાનો ભાવ 7275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી 21 મી જુલાઇ 2022થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે.
ઇન્ડીએગ્રો કોન્સોર્ટિયમ પ્રોડ્યુસ કં.લી વતી થશે ખરીદી - કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટિયમ પ્રોડ્યુસ કં.લી. (FPO) મારફત કરવામાં આવનાર છે. ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી 11થી 20મી જુલાઇ-2022 દરમિયાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ 21મી જુલાઇ 2022થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધીન ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપરથી મગની ખરીદી (Summer Mugs Support Price) શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : શું હવે સમી કૃષિ બિયારણ મંડળી પણ હવે કૌભાંડ કરવાની તૈયારીમાં....
કેટલા ભાવે થશે ખરીદી - કૃષિપ્રધાન રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ વિવિધ APMC ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલા ટેકાનો ભાવ 7275 પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી (Mugs Support Price Purchase Register) ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VLE મારફતે કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ-રકમ ચુકવવાની રહેશે નહીં.
આ પણ વાંચો : support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો- વધુમાં કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, નોંધણી માટે ખેડૂતે જરૂરી દસ્તાવેજો જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-7ની નકલ, ઉનાળુ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના-12માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે. આ ઉપરાંત નોંધણી OTP આધારિત હોવાથી નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત આપવાનો રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફલાઇન (Buy mugs at support prices) નોંધણી કરવામાં આવશે નહીં.