ETV Bharat / city

1 ઓક્ટોબરે સરકાર પાક નુકસાન સહાયની જાહેરાત કરશે, ગામ દીઠ સહાય આપવામાં આવશે - પાકમાં 33 ટકાથી વધુ નુકસાન

ભારે વરસાદ સમયે ઘણાં જિલ્લામાં ઉભા પાકને નુકશાન થયું હતું. ત્યારે પાક સર્વેની સત્તાવાર જાહેરાત થઈ હતી. જોકે હજુ સુધી સરકારે પાક સહાય ચૂકવી નથી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કૃષિ વિભાગ દ્વારા 1 ઓક્ટોબરના દિવસે પાક સહાયની જાહેરાત ( Government Announce Crop Assistance on October 1 ) કરવામાં આવશે. ખેડૂતો આધારિત નહીં પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં પાકમાં 33 ટકાથી વધુ નુકસાન (Over 33 percent crop loss) થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

1 ઓક્ટોબરે સરકાર પાક નુકસાન સહાયની જાહેરાત કરશે, ગામ દીઠ સહાય આપવામાં આવશે

author img

By

Published : Sep 22, 2022, 5:19 PM IST

ગાંધીનગર રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ઉભા પાકને નુકશાન થયું છે જ્યારે અનેક જિલ્લાના ખેડૂતોના ખેતરો ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. ત્યારે રાજ્ય તાત્કાલિક પાક સર્વેની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારે હજુ સુધી પણ રાજ્ય સરકારે પાક સહાય ચૂકવી નથી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા એક ઓક્ટોબરના દિવસે પાક સહાયની જાહેરાત કરવામાં આવશે. જે ખેડૂતો આધારિત નહીં પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટકાથી વધુ નુકસાન (Over 33 percent crop loss)થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને સહાય (Government Announce Crop Assistance on October 1) ચૂકવવામાં આવશે.

જે ગ્રામ્ય વિસ્તારમાં 33 ટકા વધુ નુકશાન તેને સહાય રાજ્ય સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં પ્રથમ વખતે એવી રીતે સહાય આપવામાં આવી રહી છે કે જેમાં લોકો વિરોધ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા ભાગને નુકસાન થયું છે અથવા તો ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. ત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટકા ( Over 33 percent crop loss ) થી વધુ નુકસાન હોય તેવા ગામના તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જ્યારે 4000 ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે થયા બાદ 3700 જેટલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સહાય (Government Announce Crop Assistance on October 1)ચૂકવવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં હતો ભારે વરસાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતાં. નવસારી, છોટાઉદેપુર ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી અને ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ રહ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ (Government Announce Crop Assistance on October 1)કરવામાં આવી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે 4000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે કેબિનેટમાં ખેડૂતોને થયેલી નુકસાન સહાય અંગે રજૂઆત કરી છે.

કયા જિલ્લામાં સર્વે નર્મદા જિલ્લાના 547 ગામમાં કરવામાં સર્વે આવ્યો છે. નર્મદાના કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. નર્મદા જિલ્લામાં 20 જેટલી ટીમો સર્વે કામગીરી કરી હતી. 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી . છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની આરતી સર્વેની કામગીરી શરૂ (Government Announce Crop Assistance on October 1) કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત હતી. જ્યારે 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

નવસારી જિલ્લાનાં 387 ગામો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9457 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં 70 ટીમ દ્વારા સર્વની કામગીરી કરી રહી હતી. નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન (Over 33 percent crop loss) થયું છે. પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. 830 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે.

પંચમહાલ વિસ્તારમાં 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકશાન થયું છે. સુરત જિલ્લામાં 96 ગામમાં સર્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી થઈ છે. 63 હેકટર વિસ્તારમાં 33 ટકા (Over 33 percent crop loss)થી વધારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ છે. કુલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે.

ડાંગ જિલ્લામાં 310 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 20,807 હેકટર વિસ્તારમાં સર્વ પૂરો થયો છે. જ્યારે 830 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી શરૂ છે. જ્યારે 48 ગામોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 13,979 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ છે. 1343 હેકટરમાં સર્વેની કામગીરી (Government Announce Crop Assistance on October 1) પુરી થઈ છે.

વર્ષ 2020માં 3700 કરોડની સહાય ચૂકવાઈ વર્ષ 2020 માં ખેડૂતોને પાક સહાયની વાત કરવામાં આવે તો ખૂબ જ 2020 ના રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં બજેટ સેશન દરમિયાન નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને જે નુકસાન થયું હતું તેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કુલ 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં બાકી રાખવામાં (Government Announce Crop Assistance on October 1) આવી નથી. આમ રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ પ્રમાણે તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. વર્ષ 2019માં રાજ્ય સરકારે 700 કરોડની સહાયમાં વધારો કરીને કુલ 3795 કરોડની સહાય પેકેજ જાહેર કર્યું હતું અને 21 લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.