ETV Bharat / city

ETV IMPACT: સરકારે RTOમા નવા સુધારા કર્યા, NPની અરજી ઓનલાઈન કરાઈ, કોન્ટ્રાકટ કેરેજ બસ ઓપરેટરને રાહત અપાઈ

શુક્રવારે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમિટ (NP), રિન્યુઅલ ઓફ નેશનલ પરમિટ તથા રિન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રિયા ફેસલેસ કરવામાં આવી છે.

ETV BHARAT
સરકારે RTOમા નવા સુધારા કર્યા: નેશનલ પરમિટ ઓનલાઈન કરાઈ, કોન્ટ્રાકટ કેરેજ બસ ઓપરેટરને રાહત અપાઈ
author img

By

Published : Oct 16, 2020, 9:27 PM IST

Updated : Oct 17, 2020, 4:22 PM IST

ગાંધીનગર: રાજ્યની તમામ RTOનું કામકાજ ઓનલાઈન કરવામાં આવ્યું છે, ત્યારે RTOમાં વધુ 40 જેટલી સેવાઓ ઓનલાઈન કરવાનો એહવાલ ઇટીવી ભારત દ્વારા 15 ઓક્ટોબરના દિવસે જ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આજે એટલે કે શુક્રવારે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમિટ, રિન્યુઅલ ઓફ નેશનલ પરમિટ તથા રિન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રિયા ફેસલેસ કરવામાં આવી છે.

આ ત્રણેય સેવાઓ લેવા માટે અરજદારે જરૂરી આધાર પુરાવા સાથે parivahan.gov.in પર પરમિટ સંબંધક અરજી કરી ઓનલાઇન ફી અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ RTO કક્ષાએ વેરિફિકેશન થયા બાદ અરજદારે નેશનલ પરમિટ પોર્ટલ પર ફી ભરવાની રહેશે. ત્યારબાદ RTO કક્ષાએ અરજીનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે. ફાઇનલ એપ્રુવલ થયા બાદ વાહન માલિક ઓનલાઇન parivahan.gov.in પરથી પરમિટ/ઓથોરાઇઝેશનની પ્રિન્ટ કાઢી શકશે.

  • ટેકનિકલ ક્ષતિના કારણે ઓનલાઇન પેમેન્ટને અસર થતાં ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યુલ (ODC)માં મુક્તિ

ટેકનિકલ ક્ષતિના કારણે SBI Epayમાં ઓનલાઈન પેમેન્ટ પ્રણાલિકા અંતર્ગત ODC ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યુલના ઓનલાઇન ચૂકવણાંમાં અસર ઊભી થઈ છે. જ્યાં સુધી આ વ્યવસ્થા પુનઃ સુચારુ ઢબે કાર્યરત ન થાય ત્યાં સુધી ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યૂલ (ODC)માં મુક્તિ આપતા હવે ફી/ટેક્સ નજીકની RTO-એRTO કચેરી ખાતે ભરી શકાશે.

  • કોવિડ-19 સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝ માટે અરજી કરવાની મુદ્દત 19 ઓક્ટોબર 2020 સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત 25 ઓક્ટોબર 2020 સુધી લંબાવવાનો નિર્ણય વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી ખાતેથી લેવામાં આવ્યો છે.

Last Updated : Oct 17, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.