ETV Bharat / city

રાજ્ય માટે સારા સમાચાર, કોરોનાનો કહેર ઘટતા દવાની માગમાં ધરખમ ઘટાડો

author img

By

Published : Nov 3, 2020, 6:46 PM IST

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર આપ્યા બાદ રાજ્ય સરકારે ટેસ્ટિંગમાં વધારો કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારની કામગીરીના પરિણામે રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માગમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્ય માટે સારા સમાચાર... કોરોનાનો કહેર ઘટતા દવાની માગ ઘટી

  • રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો
  • ઘણા દિવસથી કોરોનાના કેસ 1 હજારથી નીચે
  • આજે 5 જ કોરોના દર્દીના મોત
  • રિકવરી રેટ 90 ટકાની આસપાસ
  • લૉકડાઉન અને અનલૉકમાં રેમડેસીવીર અને ઓક્સિજનની માગ વધી

ગાંધીનગર : આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કોવિડ-19 માર્ચથી પેનડેમિક સ્વરૂપે ફેલાવો થતા માર્ચથી મીડ સપ્ટેમ્બર 2020સુધી કોવિડ-19ના કેસમાં સતત વધારો દેશમાં અને રાજ્યમાં જોવા મળ્યો હતો. કોરોનાના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સમયબદ્ધ આયોજનના પરિણામે સંક્રમણ અટકાવવામા સફળતા મળી છે. તેમણે કહ્યું કે, કોવિડ-19ની સારવારમાં વપરાતો મેડિકલ ઓક્સિજન આઈ.પી.અને રેમડેસીવીર ઈન્જેકશન તથા ફેવિપિરાવીર ટેબલેટ 200 મિલીગ્રામ અને 400 મિલીગ્રામની માગમાં અને વપરાશમાં સતત વધારો જોવા મળ્યો હતો.

એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો

ઓક્ટોબર 2020થી કોવિડ-19ના નવા તથા એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થતા કોવિડ-19ની સારવાર માટે લાઈફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માગ અને વપરાશ જે સપ્ટેમ્બર-2020માં 240 મેટ્રિક ટન પર ડે હતી. તે ઓક્ટોબર અંતમાં ઘટીને 135 મેટ્રિક ટન પર ડે એટલે કે પ્રતિ દિન વપરાશમાં 100 મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળ્યો છે, તે જ રીતે મોડરેટ અને સીવીયર કોવિડ-19 દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેકશન જે સપ્ટેમ્બર માસમાં 1.80 લાખ હતe. તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત 83 હજાર ઈન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજ્ય સરકારની હોસ્પિટલોમાં 40 હજારનો વપરાશ હતો તે ઘટીને 30 હજાર ઈન્જેકશન જેટલો થયો છે.

ટેબ્લેટની માગમાં પણ ઘટાડો

કોવિડ-19ના માઈલ્ડ કેસમાં સારવાર માટે વપરાતી ફેવીપિરાવીર ટેબલેટ 200 મિલીગ્રામ જે સપ્ટેમ્બરમાં 26 લાખ ટેબલેટનો વપરાશ હતો. તે ઓક્ટોબરમાં ઘટીને 4 લાખ જેટલો નીચે આવ્યો છે. તે જ રીતે ફેવિપિરાવિર 400 મિલીગ્રામ ટેબલેટ, જે સપ્ટેમ્બરમાં 6 લાખ જેટલી ટેબલેટનો વપરાશ હતો તે ઘટીને 2.8 લાખ સુધી નીચે આવ્યો છે. આમ, રાજયમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને સાથે સાથે તેની સારવારમાં ઉપયોગી એવા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશન અને ફેવિપિરાવીર ટેબલેટની માગ અને વપરાશમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે રાજ્ય માટે રાહતના સમાચાર છે.

કેસ ઘટ્યા છે, કોરોના તો હજુ છે જ જેથી નિયમનું પાલન કરવું

કોશિયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કેસમાં ઘટાડો થયો છે પણ હજુ કોરોનાનો વાઈરસ ગયો નથી ત્યારે નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. આ માટે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવુ તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝર વાપરવું. જેથી કરીને કોવિડ-19ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય. નાગરિકોને જે રીતે સહયોગ મળી રહ્યો છે એવો જ સહયોગ આગામી સમયમા મળતો રહેશે તો ચોક્કસ કોવિડ-19ના કેસો ઉતરોત્તર જે રીતે ઘટી રહ્યા છે એમાં વધુ ઘટાડો થશે અને ગુજરાત કોરોનામુક્ત ઝડપથી બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.