રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગોધરાકાંડમાં સરકારની કોઇ સંડોવણી જોવા મળી હતી અને તપાસ પંચના તારણોમાં ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાય છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. જેમાં સ્વ. હરેન પંડ્યાના પત્ની અને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રિપોર્ટ આવ્યો છે. તેમાં ક્લીનચીટ આપવામાં આવી છે. ઘટના દુખ:દ હતી. પરંતુ જે આક્ષેપો થયા છે. જે રિપોર્ટ આવ્યો છે તેથી લાગે છે કે, ન્યાય થયો છે.
આ રિપોર્ટમાં આખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું. તેવો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેન્દ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું. તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ આપવામાં આવી છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તેઓને પણ ક્લીનચીટ આપવામાં આવી છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે.