- ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે કર્યો વિરોધ
- સિમ્બોલિક વ્હાઈટ ટોપી પહેરતા થયો વિવાદ
- ચૂંટણીમાં ગેરરીતિ થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- સેક્ટર-19માં સામે આવ્યો આ વિવાદ
- અધિકારીઓ સત્તાધારી પાર્ટીના હુકમો માની રહ્યા છે, અમે લેખિત ફરિયાદ કરીશુંઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ શહેરમાં મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે એક મતદાનમથક પર વ્હાઈટ ટોપી પહેરીને બેઠેલા રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓને જોઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા નિશીથ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણી છે અને લોકશાહીનો પર્વ છે. નિષ્પક્ષ ચૂંટણી યોજાવવી જોઈએ, પરંતુ અહીં ગેરરીતિ થઈ રહી છે. પાર્ટીના રંગવાળો સિમ્બોલ મતદાનમથકમાં ન હોવો જોઈએ. અધિકારીઓ સત્તાધારી પાર્ટીના હુકમો માની રહ્યા છે.
કોંગ્રેસના ગઢમાં જ ઇવીએમ મશીન ખોટકાયા છે
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, મતદાન બૂથમાં પોલિટિકલ સિમ્બોલ ધારણ કરી શકાય નહીં. સેક્ટર-19, સુવિધા ઈન્કવાયરી ઓફિસમાં આ જોવા મળ્યું છે. ભાજપે તેની બી ટીમ ઉતારી છે. અમદાવાદમાં AIMIM અને ગાંધીનગરમાં ડાયરા યોજ્યા. આ તમામ પ્રત્યેક કાર્યક્રમનો ખર્ચ 50 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. પરિણામમાં કોંગ્રેસ જ વિજયી થશે. ગાંધીનગરમાં હંમેશા કોંગ્રેસ વિજયી જ થાય છે. કોંગ્રેસના ગઢમાં જ EVM મશીન ખોટકાયા છે. કોંગ્રેસના જૂના કાર્યકર્તાઓએ અહીં કોંગ્રેસનો પાયો નાખ્યો છે. સીધી રીતે કોંગ્રેસ સામે જીતી શકતા ન હોવાથી દાવપેચ વાપરી રહ્યા છે. મતદાન બૂથમાં પોલિટિકલ સિમ્બોલ ધારણ કરી શકાય નહીં.
આ પણ વાંચો- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી
આ પણ વાંચો- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: સવારે 11:30 સુધીમાં 17.54 ટકા મતદાન