ETV Bharat / city

પાટનગરમાં કોલ ગર્લ બતાવીને 'સુરીમ સાનિયા'એ 50 યુવકોને બે લાખનો ચૂનો લગાવ્યો

કુડાસણમાં મકાન ભાડે રાખીને સુવરિન સાનિયાના નામની વેબસાઇટ ચલાવીને યુવકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યાં છે. વેબસાઈટ ઉપર વિદેશી યુવતીઓના ફોટા મૂકીને યુવકો પાસેથી પેટીએમ મારફતે રકમ પડાવી લેવામાં આવતી હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

સુંદરીઓની પ્રોફાઈલ વેબસાઈટના ઝાંસામાં ફસાવતી ટોળકી પકડાઈ, યુવકોએ ગુમાવ્યાં લાખો રુપિયા

author img

By

Published : Mar 19, 2020, 1:26 PM IST

Updated : Mar 19, 2020, 2:12 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં આવેલા કુડાસણ વિસ્તારમાં મકાન ભાડે રાખીને સુવરિન સાનિયાના નામની વેબસાઇટ ચલાવીને યુવકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યાં છે. વેબસાઈટ ઉપર વિદેશી યુવતીઓના ફોટા મૂકીને યુવકો પાસેથી પેટીએમ મારફતે રકમ પડાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ આ યુવકો દ્વારા કરવામાં આવતા ફોન પણ રિસીવ કરવામાં આવતાં ન હતાં. આ બાબતની બાતમી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને આપતા પોલીસે મોડી રાત્રે આ રેકેટનો પર્દાફાશ થયો હતો.

સુંદરીઓની પ્રોફાઈલ વેબસાઈટના ઝાંસામાં ફસાવતી ટોળકી પકડાઈ, યુવકોએ ગુમાવ્યાં લાખો રુપિયા
દુનિયા ટેકનોલોજીના આધારે આગળ નીકળી રહી છે, ત્યારે ભેજાબાજો આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડપતિ થવા માટે ટૂંકો રસ્તો અપનાવી રહ્યાં છે. યુવકોને લલચાવવા માટેની અનેક લોભામણી જાહેરાતો આપવામાં આવતી હોય છે. જેમાં કેટલાક મોજીલા યુવકો જાળમાં ફસાઇ જતાં હોય છે. ગાંધીનગરના રાદેસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ રેસીડેન્સીમાં ઝારખંડ અને ઉત્તરપ્રદેશની યુવતી દ્વારા સુવરીન સાનિયાના નામની વેબસાઇટ બનાવીને તેની ઉપર વિદેશી અને દેખાવડી યુવતીઓના ફોટા મૂકવામાં આવતાં હતાં. ફોટા ઉપર ક્લિક કરવાથી એખલાકખાન મુર્તુઝાખાન પઠાણ મૂળ રહેવાસી મંડળો બજાર જિલ્લો ગોડા ઝારખંડ અને સુપ્રિયા સુરેન્દ્રકુમાર રામચંદ્ર પાંડે મૂળ રહેવાસી ભીતેરા જિલ્લો આઝમગઢ ઉત્તરપ્રદેશનો મોબાઇલ નંબર મૂકવામાં આવ્યો હતો.ગાંધીનગર જિલ્લા ડીવાયએસપી એમ.કે. રાણાએ કહ્યું કે, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ રાજપૂત અને તેમની ટીમ દ્વારા પ્રમુખ રેસીડેન્સીમાં રેઇડ કરવામાં આવતા એક યુવક અને યુવતીને ઝડપી લેવામાં આવ્યાં હતા, જ્યારે અન્ય એક યુવક ફરાર થઈ ગયો હતો. આ લોકો દ્વારા પ્રમુખ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. યુવકો પાસેથી પેટીએમ મારફતે રૂપિયા પડાવી લેવામાં આવતાં હતાં અને ત્યારબાદ ફોન પણ રિસીવ કરવામાં આવતાં ન હતાં. ગાંધીનગર અને તેની આસપાસના પચાસ કરતાં વધુ લોકોને બે લાખ કરતાં વધુ રકમનો ચૂનો લગાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની વેબસાઈટ ચલાવતાં અને છેતરપિંડી કરતાં ત્રણ લોકોની ગેંગને ઝડપી લીધી હતી. હાલ તો પોલીસે આ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 19, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.