- ગાંધીનગર ચાલુકા પંચાયતની બીજી સામાન્ય સભા મળી
- ઓફિસ રિનોવેશન માટે ફાળવાયેલા 45 લાખનો ખર્ચ મુલતવી રખાયો
- આ રકમ હવે વિકાસકાર્યોમાં વપરાશે
ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ગોપાળજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સામાન્ય સભા માત્ર 7 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા શરૂ થઈ હતી. 7 કરોડ 20 લાખના વિકાસ કાર્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાજપના સભ્યોની ગ્રાન્ટમા જેમના વર્ક ઓર્ડર આપવામાં આવ્યાં ન હતાં. તે તમામ સદસ્યોની ગ્રાન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે આ મુદ્દાને ભાજપ દ્વારા સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો.
- બિલ્ડિંગ રિનોવેટ કરવા માટેનો ખર્ચ મુલતવી રખાયો તેની ચર્ચા
તે ઉપરાંત 7 કરોડ 20 લાખની ગ્રાન્ટમાં 45 લાખ રૂપિયાના ખર્ચે હાલમાં તાલુકા પંચાયત કાર્યરત છે, તે બિલ્ડિંગને રિનોવેટ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમને સામાન્ય સભામાં રદ કરવામાં આવી છે અને આ તમામ રૂપિયા હવે તાલુકાના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે તે બાબતની સામાન્ય સભામાં ચર્ચા કરાઇ હતી.