ETV Bharat / city

ગાંધીનગર શિયાવાડા હિજરત મામલો :  1 મહિના સુધી Police Protection મળશે, સમાધાન થયું - ગાંધીનગર શિયાવાડા હિજરત મામલો :  1 મહિના સુધી Police Protection મળશે, સમાધાન થયું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામમાં રાવળ સમાજના 15 પરિવારોએ ગામમાંથી હિજરત ( Gandhinagar Shiawada migration case ) કરી હતી. એક ચોક્કસ સમુદાયના લોકોની હેરાનગતિના આક્ષેપ સાથે આ પરિવારોએ હિજરત કરી હતી. આ મામલે કલેક્ટરે (Gandhinagar Collector ) તાત્કાલિક પગલાં લઇ પોલીસ પ્રોટેક્શન ( Police Protection ) સાથે હિજરતી પરિવારોને શિયાવાડા પાછા લાવવામાં આવ્યાં હતાં.

ગાંધીનગર શિયાવાડા હિજરત મામલો :  1 મહિના સુધી Police Protection મળશે, સમાધાન થયું

author img

By

Published : Nov 23, 2021, 8:31 PM IST

  • ગાંધીનગર જિલ્લાના શિયાવાડા ગામની ઘટના
  • હિજરત કરી ગયેલાને ગામમાં ફરી સ્થાન આપવામાં આવ્યું
  • પોલીસની હાજરીમાં રાવળ સમાજને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો
  • 1 મહિના સુધી રહેશે પોલીસ પ્રોટેક્શન

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામમાં રાવળ સમાજના 15 જેટલા પરિવારોએ ગામમાંથી હિજરત ( Gandhinagar Shiawada migration case ) કરી હતી. હિજરત કર્યા બાદ તેઓ આજે ગાંધીનગર જિલ્લા કલેકટરને (Gandhinagar Collector ) આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેમાં શિયાવાડા ગામમાં બે સમાજ વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા ક્લેશને દૂર કરવા બાબતે જિલ્લા કલકેટર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી.

ઘટનાના 2 આરોપીઓની કરાઈ અટકાયત

રાવળ સમાજના આગેવાનો અને હિજરત કરી ગયેલા લોકોએ ફરિયાદ હતી કે છેલ્લા કેટલાય દિવસથી અમુક લોકો તેમના સંતાનોને માર મારી રહ્યા છે અને તેઓ માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે .જ્યારે આ બાબતે પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ પણ કલેકટર કચેરીમાં કરવામાં આવ્યો હતો. ત્યારે કલેક્ટર (Gandhinagar Collector ) એક જિલ્લા એસપી સાથે બેઠક કરીને તાત્કાલિક ધોરણે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં આ ઘટનાના બે આરોપીઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરાઇ હોવાની વાત સામે આવી રહી છે.

ચોક્કસ સમુદાયના લોકોની હેરાનગતિના આક્ષેપ સાથે આ પરિવારોએ હિજરત કરી હતી

પોલીસ સુરક્ષા આપવામાં આવશે

દહેગામના શિયાવાડા ગામમાં હિજરત કરી ગયેલા તમામ પરિવારોને પોલીસ પ્રોટેક્શન ( Police Protection ) સાથે ગામમાં લઈ જવામાં આવ્યા હતાં અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામના આગેવાનો તરફથી મળતી માહિતી પ્રમાણે હવે શિયાવાડા ગામમાં રાવળ સમાજને એક મહિના સુધી 24 કલાક પોલીસ સુરક્ષા પ્રાપ્ત થશે જેથી આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક ધોરણે તેનો નિકાલ આવી શકે.

15 પરિવારો કર્યું હતું હિજરત

દહેગામના શિયાવાડા ગામમાં 15 પરિવાર કે જેઓ રાવળ સમાજના છે તેઓએ અન્ય સમાજના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે આ બાબતે સમગ્ર મામલો કલેકટર (Gandhinagar Collector ) સુધી પહોંચતા તાત્કાલિક ધોરણે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે કલેકટર કચેરી ખાતે આવેલા તમામ પરિવાર પોલીસની ગાડીમાં બેસાડીને ( Police Protection ) તેમના ગામ સુધી લઇ જવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલાને સમાધાન ( Gandhinagar Shiawada migration case ) તરફ લઈ જવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં કોર્ટના હુકમ અને પોલીસ પ્રોટેક્શન સાથે પુનર્વસન માટે આવેલા પરિવારો પર હુમલો

આ પણ વાંચોઃ તાપી જિલ્લાના 50 ગામના લોકો પાણી માટે હિજરત નહી કરે, તંત્રએ 40થી વધુ તળાવો બનાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.