ETV Bharat / city

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય, 24 કલાક થશે પેટ્રોલીંગ - દીવાળી પેટ્રોલિંગ

દિવાળીના તહેવારોમાં લોકો ફરવા નીકળી જાય છે. ત્યારે જ ચોર તકનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોરીની ઘટના ન બને તે માટે ગાંધીનગર પોલોસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા અને શહેરમાં પોલીસ દ્વારા સતત 24 કલાક પેટ્રોલીંગ કરવામાં આવશે. જે લોકો શહેર છોડીને જતાં હોય તેઓને પણ પોલીસ સ્ટેશન જાણ કરવાની સૂચના ગાંધીનગર પોલીસ દ્વારા આપવામાં આવી છે.

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય, 24 કલાક થશે પેટ્રોલીંગ
દિવાળીના તહેવારોમાં ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય
author img

By

Published : Nov 13, 2020, 3:38 PM IST

  • દિવાળીમાં ચોરી અટકાવવા ગાંધીનગર પોલીસનું આયોજન
  • 24 કલાક કરવામાં આવશે પેટ્રોલીંગ
  • રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસ.પી. મયુરસિંહ ચાવડાએ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી
  • ગાંધીનગર પોલીસ કર્મચારીઓની રજા રદ
  • શહેર છોડીને જતાં હોય તો પોલીસને જાણ કરો, પોલોસ તમારા ઘરનું રાખશે ધ્યાન

ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાને અટકાવવા માટે ગાંધીનગર પોલોસ દ્વારા જાહેરાત પણ કરવામાં આવે છે જ્યારે અગાઉ પણ અનેક વખત સરકાર દ્વારા પણ જાહેરાત કરી છે કે જો તમે ક્યાંય બહાર જતા હોવ તો તમે પોલીસ ને જાણ કરીને જાવ ત્યારે આ બાબતે ગાંધીનગર પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે જેમાં જો કોઈ શહેરીજન શહેર છોડીને જાય તો પોલીસને જાણ કરે ત્યારે આ બાબતે ગાંધીનગર પોલીસને અનેક અરજીઓ પણ પ્રાપ્ત થઈ છે જેને ધ્યાનમાં લઈને જે તે ઘરોની સુરક્ષા વધુ કરવામાં આવશે.

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય
રેન્જ આઈજી અને એસપી દ્વારા કરવામાં આવી છે ખાસ બેઠકગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો ન બને તે માટે શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરીને તમામને સર્વેલન્સની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે અમુક સેક્ટર એવા છે. જેમાં દિવસ દરમિયાન પણ ગણતરીના લોકોની અવર જવર હોય છે. ત્યાં ખાસ પેટ્રોલીંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

24 કલાક કરવામાં આવશે પેટ્રોલીંગ

પોલીસ કાર્યવાહી બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન 24 કલાક ગાંધીનગર શહેર અને જિલ્લામાં પેટ્રોલીંગ કરવામાં આવશે. આ ઉપરાંત જે મકાન માલિકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હશે ત્યાં ખાસ બંદોબસ્ત પણ શક્ય હોય તો મુકવામાં આવશે. પરંતુ હજી આવેલ વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે. જ્યારે પોલીસ ચોકી પણ ચોવીસ કલાક કાર્યરત રાખીને ગાંધીનગર જિલ્લામાં ચોરી અથવા તો અન્ય ગુનાની એક પણ ઘટના ન બને તે બાબતે સતત સર્વેલન્સ પણ રાખવામાં આવશે.

મહિલાઓની છેડતી બાબતે મહિલા સ્ટાફ તહેનાત
દિવાળીના તહેવારમાં મહિલાઓની છેડતી ન થાય તથા આવી ઘટના ન બને તે માટે મહિલા પોલીસ સ્ટાફને પણ ખાસ તહેનાત કરવામાં આવશે. જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓ પણ સતત ગાંધીનગરમાં ફેરફાર વાળી જગ્યાઓ તથા જ્યાં મહિલાઓ વધુ પ્રમાણમાં એકઠી થતી હોય ત્યાં પણ સતત મહિલા પોલીસ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે.

- ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.