ETV Bharat / city

ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

author img

By

Published : Mar 4, 2021, 7:31 PM IST

ગુજરાતમાં વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ હતો. જેમાં કૃષિ રમત ગમત વાહન વ્યવહાર સહિત અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. બિનસરકારી વિધેયકો નામંજૂર થયા હતાં. સાથે જ બપોરે 12 કલાકે શરૂ થયેલા સત્ર દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે કરેલા સવાલોના જવાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી

ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
  • ગુજરાત વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ
  • દિવસ દરમિયાન અનેક પ્રશ્નો પર થઇ ચર્ચા
  • વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં ચોંકાવનારી માહિતી બહાર આવી

ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાનું 8મુંં સત્ર પહેલી માર્ચથી શરૂ થયું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવી રહેલા છે. જેના ત્રીજા દિવસે એટલે કે આજે અલગ-અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કૃષિ, રમતગમત, વાહન વ્યવહાર સહિત અને મુદ્દા ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેનો સરકાર દ્વારા જવાબ આપતાં અનેક ઘટસ્ફોટ થયાં છે, જે ચોંકાવનારા છે.

આ પણ વાંચોઃ કચ્છના વિકાસ વચ્ચે રમત-ગમતનો મેદાનનો વિકાસ ક્યારે થશે? વાંચો અહેવાલ

  • રમતગમત ક્ષેત્રમાં એકપણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી - કોંગ્રેસ

    ગુજરાતમાં ખેલકૂદ તથા રમતગમતને મહત્વ આપવાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યાં સુધી કે સરકાર તરફથી રમશે ગુજરાત જીતશે ગુજરાત જેવા સુંદર સૂત્રો પણ ફરતાં કરવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તે જાણવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પ્રશ્નોમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેમાં સંકલન કરીને કોંગ્રેસ દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની અને રમશે ગુજરાત જીતશે ગુજરાત જેવા રૂપાળા નામ આપવામાં આવે છે. પરંતુ રમતગમતના મેદાનમાં ગુજરાત સરકારે રાજ્યના 18 જિલ્લામાં એકપણ પૈસાની ફાળવણી કરી નથી તેઓ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યની વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આ પ્રશ્નનો પર્દાફાશ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રમતગમત માટે કેટલી રકમ ફાળવી તે અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પરિવહનના પ્રધાન દ્વારા જવાબ આપવામાં આવ્યો છે આ પ્રશ્નોની માહિતી સંકલિત કરીને કોંગ્રેસે આંકડા જાહેર કર્યા છે જેમાં વર્ષ 2019 અને વર્ષ 2020માં રાજ્યના 18 જિલ્લાઓમાં રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી ન હોવાની હકીકત પ્રસ્થાપિત થઇ હતી.

આ પણ વાંચોઃ પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમતના મેદાન વિકસાવવામાં આવશે

  • 27,624 અરજીઓ પડતર હોવાનો થયેલો ઘટસ્ફોટ

    રાજ્યમાં બે વરસમાં ખેડૂતોએ ટ્રેકટર સહાય મેળવવા માટેની 135488 અરજીઓ કૃષિ વિભાગમાં કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી માત્ર 40 ટકા અરજીઓ એટલે કે 54758 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 40 ટકા મતલબ 51122 અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જ્યારે 27,624 અરજીઓ તો હજુ પડતર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.