ગાંધીનગરઃ ગાંધીનગરને મહાનગરનો દરજ્જો આપ્યાં બાદ બે વખત ચૂંટણી થઇ છે. પરંતુ નગરસેવકો બનીને મલાઈ ખાવા માટે થનગનતાં નેતાઓ અને નાગરિકોની સમસ્યાની સહેજ પણ ચિંતા નથી. ઓછું પડતું હોય તેમ ગાંધીનગર મહાપાલિકાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને પેથાપુર નગરપાલિકા સહિત 18 ગામને મહાનગર પાલિકામાં ભેળવી દીધાં છે. તેવા સમયે ગ્રામ્ય લેવલે સરળતાથી થઈ જતી કામગીરી હાલમાં કરાવવા માટે ગ્રામજનોને 'લોઢાના ચણા' ચાવવા પડી રહ્યાં છે.
ગાંધીનગર મહાપાલિકાને ટેક્સની મલાઈમાં રસ આકારણી આપવામાં ઠાગાઠૈયાં મહાનગરપાલિકામાં આકારણી મેળવવા માટે જતાં ગ્રામજનોને યાતનાઓ સિવાય કઈ જ મળતું નથી ત્યારે એક અરજદારે કહ્યું કે, લોકડાઉનના કારણે નાગરિકો પાસે નાણાં રહ્યાં નથી, મોટા પ્રમાણમાં બેકારીનો સામનો કરી રહ્યાં છે. તેવા સમયે લોન લેવા માટે જમીન કે મકાનની આકારણી જરૂરી હોય છે. પરંતુ જે લોકોએ ગામડાઓનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે, તેવા લોકો પણ આનું સમાધાન લાવી શકતાં નથી. જાડી ચામડીના થઈ ગયેલા અધિકારીઓ આ કામગીરી અમારા હસ્તકમાં નથી તેવું લખાણ પણ આપી દે છે. ત્યારે આ નાગરિકોની હાલત જાય તો કહાં જાએ જેવી થઇ છે. પરિણામે યાતનાઓ ભોગવતાં નાગરિકો પણ આગામી સમયમાં અધિકારીઓ અને નેતાઓને ઘર ભેગાં કરવાનું પ્રણ લઇ રહ્યાં છે. ચોક્કસ એવું કહી શકાશે કે મહાનગર પાલિકામાં બેઠેલા નેતાઓને ટેક્સની મલાઈ ખાવામાં જ રસ છે. નાગરિકોનું સમસ્યાઓનું સમાધાન લાવવામાં તેમને કોઈ રસ નથી. આમ પણ જે ગામડાઓનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવે છે. ત્યાંના નાગરિકો આ નિર્ણયથી ખુશ નથી. તેવા સમય હવે જોવાનું એ રહે છે કે હાલમાં બેઠેલા નેતાઓ અને નાગરિકોની સમસ્યાનું સમાધાન લાવે છે કે તેમના રોષનો ભોગ બને છે.